બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI: captain Hardik Pandya made a mistake, Team India lost the won match

ક્રિકેટ / IND vs WI: હાર્દિક પંડ્યાની એક ભૂલ પડી ભારે, જીતેલી બાજી ટીમ ઇન્ડિયાના હાથમાંથી ગઇ, જાણો શું

Megha

Last Updated: 09:31 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI T20 Series: વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરિઝની બીજી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની એક મોટી ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

  • ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝની બીજી મેચ પણ હારી 
  • કેપ્ટન હાર્દિક પંડ્યાની મોટી ભૂલને કારણે બીજી મેચ હારી ટીમ ઈન્ડિયા
  • યુઝવેન્દ્ર ચહલને કારણે મેચમાં ટીમ ઈન્ડિયાની થઈ હતી વાપસી 

IND vs WI T20 Series: ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરિઝની બીજી મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા હવે સીરિઝમાં 0-2થી પાછળ છે. આ મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયાએ બોલરોના આધારે વાપસી કરી હતી પણ કેપ્ટન હાર્દિક પંડ્યાની મોટી ભૂલને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતી ગઈ હતી. 

હાર્દિકની ભૂલને કારણે ટીમ ઈન્ડિયા હારી 
આ મેચમાં ટીમ ઈન્ડિયા એક સમયે ઘણી પાછળ ચાલી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ઓછા રનની જરૂર હતી અને બોલ ઘણા બધા હતા પણ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 16મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે બધું બદલી નાખ્યું. ચહલે આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને વેસ્ટ ઈન્ડિઝના બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. જેસન હોલ્ડર (0) અને શિમરોન હેટમાયર (22)એ ચહલની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ જ ઓવરમાં રોમારિયો શેફર્ડ પણ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. 

અર્શદીપ સિંહને 18 મી ઓવર સોંપી 
આ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 24 બોલમાં માત્ર 24 રનની જરૂર હતી પણ એ સામે તેની 8 વિકેટ પડી ગઈ હતી. ચચહલની આ ઓવર બાદ ટીમ ઈન્ડિયા મેચમાં સંપૂર્ણ રીતે પાછી ફરી હતી. ચહલ બાદ 17મી ઓવરમાં આવેલા મુકેશ કુમારને તેની ઓવરમાં માત્ર 3 રન જ મળ્યા હતા. અહીંથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે હાર્દિક ફરી એકવાર ચહલને બોલ સોંપશે કારણ કે તેને પિચમાંથી ઘણી મદદ મળી રહી હતી અને તે લયમાં પણ હતો પણ હાર્દિકે અર્શદીપ સિંહને બોલ સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. 

19મી ઓવરમાં ચહલની જગ્યા પર મુકેશ કુમારને બોલાવ્યો 
અર્શદીપની આ ઓવરમાં 9 રન આવ્યા અને ટીમ ઈન્ડિયાને કોઈ વિકેટ મળી ન હતી. આટલું જ નહીં હાર્દિકે આગલી ઓવરમાં પણ ચહલને બોલ આપ્યો ન હતો. મુકેશ કુમાર વિન્ડીઝની ઈનિંગની 19મી ઓવર ફેંકવા આવ્યો અને આ ઓવરના 5મા બોલે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતી ગઈ હતી. 

હાર્દિકની ખરાબ કેપ્ટન્સીને કારણે હારી ટીમ  
હાર્દિકના નિર્ણયે ટીમ ઈન્ડિયાને ફરી એકવાર બેકફૂટ પર લાવી દીધી અને સીરિઝમાં વધુ એક મેચ હારી ગયા. પ્રથમ મેચમાં માત્ર 4 રનથી હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાએ હવે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી જ પડશે. આ સાથે, ત્રીજી મેચમાં સારા સંયોજન સાથે મેદાનમાં ઉતરવાની જવાબદારી હાર્દિકની હશે કારણ કે ટીમ ઈન્ડિયા પાસે આ સીરિઝની બંને મેચોમાં ઈનિંગની છેલ્લી ઓવરોમાં વધારાના બેટ્સમેનની કમી છે. બીજી તરફ શુભમન ગિલ અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી સંપૂર્ણપણે ફ્લોપ થઈ રહી છે, આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને ત્રીજી મેચમાં ટી-20 ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ