બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ind vs pak asia cup match world record kandy shaheen shah afridi virat kohli

Asia Cup 2023 / IND VS PAK: મેચ રદ્દ થવા મામલે ભારતના નામે અનોખો રેકોર્ડ, દર 24મી વનડેમાં નથી આવતું પરિણામ

Manisha Jogi

Last Updated: 08:26 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. મેચ રદ્દ થવાની પરિસ્થિતિમાં મેચના પર્ફોર્મન્સને રેકોર્ડમાં કાઉન્ટ કરવામાં આવે છે કે, નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વરસાદના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ
  • બંને ટીમને આ ટુર્નામેન્ટમાં 1-1 પોઈન્ટ મળ્યો
  • ભારતીય ટીમના વન ડે ઈતિહાસમાં 44મી મેચ રદ્દ રહી છે

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. ભારતીય ટીમે ટોસ જીતીને 266 રન કર્યા છે, પરંતુ વધારે વરસાદ હોવાને કારણે પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ શકી નહોતી. આ કારણોસર બંને ટીમને આ ટુર્નામેન્ટમાં 1-1 પોઈન્ટ મળ્યો હતો. 

ભારતીય ટીમના વન ડે ઈતિહાસમાં 44મી મેચ રદ્દ રહી છે. આ મામલે ભારતીય ટીમે પહેલેથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતની દર 24મી વનડે મેચ રદ્દ થઈ જાય છે. કેટલીક મેચ વરસાદ વગર પણ રદ્દ થઈ છે. મેચ રદ્દ થવાની પરિસ્થિતિમાં મેચના પર્ફોર્મન્સને રેકોર્ડમાં કાઉન્ટ કરવામાં આવે છે કે, નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

દર્શકો સાથે શું થાય છે
એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ્દ થાય તો દર્શકોને રિફંડ મળે છે. દર્શકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકીટ ખરીદેલી હોવી જોઈએ. મેચમાં એકપણ બોલ રમવામાં આવ્યો હોય તો દર્શકોને પૈસા મળતા નથી. કેટલાક ક્રિકેટ બોર્ડ દર્શકોને પૈસા પરત કરે છે. 

ભારત-શ્રીલંકાની મેચ રદ્દ
વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ભારત-શ્રીલંકાની મેચ રદ્દ થઈ ગઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 165 મેચ રમાઈ છે, જેમાંથી 11 મેચનું પરિણામ મળ્યું છે. જેમાં વર્ષ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીની બે ફાઈનલ મેચ પણ શામેલ છે. ફાઈનલ મેચના પહેલા દિવસે શ્રીલંકાની ઈનિંગ દરમિયાન વરસાદ શરૂ થયો હતો, ત્યાર પછી મેચ રમાઈ નહોતી અને રિઝર્વ ડેમાં લઈ જવામાં આવી છે. તે સમયે નિયમ અનુસાર રિઝર્વ ડેમાં મેચ રમવામાં આવી હતી. આ વખતે પણ શ્રીલંકાની ઈનિંગ પછી મેચ રમાઈ નહોતી અને રદ્દ કરવામાં આવી હતી. 

દર્શકોની પત્થરબાજીના કારણે મેચ રદ્દ
વર્ષ 1989માં દર્શકોના દુર્વવ્યવહારને કારણે વન ડે મેચ રદ્દ કરવામમાં આવી હતી. પાકિસ્તાનની ત્રણ વિકેટ પડી જતા પાકિસ્તાની દર્શકોએ પત્થરબાજી શરૂ કરી હતી. વર્ષ 2009માં દિલ્હીમાં ખરાબ પીચ હોવાને કારણે મેચ રદ્દ થઈ હતીય તે સમયે 23.3 ઓવરની મેચ રમાઈ હતી. પીચ પર બેટ્સમેનોને ઈજા થવાનું જોખમ હતું. 

કેટલી ઓવર રમાય તો મેચ રદ્દ થતી નથી
ICCન નિયમ અનુસાર કોઈ 20 ઓવરની મેચ રમાઈ જાય તો મેચ રદ્દ થતી નથી. ડકવર્થ લુઈસ નિયમ અનુસાર નિર્ણય કરવામાં આવે છે. 20-20 મેચ હોય તો ડકવર્થ લુઈસનો રોલ રહેતો નથી, અન્ય પરિસ્થિતિમાં તે લાગુ કરવલામાં આવે છે. 20-20 ઓવરની મેચ પણ શક્ય ના હોય તો મેચ રદ્દ કરવામાં આવે છે. 

પરફોર્મન્સ કાઉન્ટ કરવામાં આવે છે કે નહીં
મેચમાં એકપણ બોલ ફેંકવામાં ના આવ્યો તો મેચ રેકોર્ડ બુકમાં શામેલ કરવામાં આવે છે. જેથી મેચમાં ઈશાન કિશન, હાર્દિક પંડ્યા સહિત તમામ બેટ્સમેનના રન તેમના કરિઅર રેકોર્ડમાં શામેલ થયા છે. શાહીન શાહ અફરિદી સહિત પાકિસ્તાનના તમામ બોલરે જે પણ વિકેટ લીધી તે તેમના કરિઅર રેકોર્ડમાં શામેલ થઈ છે. આ પ્રકારે મેચની સંખ્યા પણ ટીમમાં કાઉન્ટ કરવામાં આવે છે. 

સચિન તેંડુલકતર રદ્દ મેચમાં પણ ટોપ બેટ્સમેન છે
સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. રદ્દ મેચમાં પણ સૌથી વધુ રન ફટકારવામાં સચિન તેંડુલકરનું નામ છે. સચિને 24 એવી વન ડે મેચ રમી છે, જેનું કોઈ પરિણામ મળ્યું નથી. સચિન તેંડુલકરે 47.09ની સરેરાશથી 518 રન ફટકાર્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદી શામેલ છે. રદ્દ વન ડેમાં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયાના બ્રેટ લીએ લીધી છે. તેમણે 12 મેચમાં 13 વિકેટ લીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ