બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs nepal : Fans React After Indian Players Drop Easy Catches

ભારતનો બેડ રેકોર્ડ / VIDEO : અરે આ શું? શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને પછી ઈશાન કિશને છોડ્યો આસાન કેચ, રોહિતનું ભમ્યું માથું

Hiralal

Last Updated: 09:23 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં નેપાળ સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ટીમ ઈન્ડીયાની મોટી ભૂલ સામે આવી હતી અને જેને કારણે નેપાળી ટીમને મોટો સ્કોર કરવાની તક મળી ગઈ.

  • એશિયા કપની પાંચમી મેચમાં ટીમ ઈન્ડીયાએ કરી મોટી ભૂલ
  • નેપાળ સામેની મેચમાં ભારતના 3 ખેલાડીઓએ છોડ્યાં આસાન કેચ 
  • અય્યર-કોહલી-ઈશાન આસાન કેચ લઈ શક્યાં, નેપાળી ટીમે ખડક્યો મોટો સ્કોર 

એશિયા કપમાં નેપાળ સામેની મેચમાં ટીમ ઈન્ડીયાનો મોટો ધબડકો જોવા મળ્યો હતો. ટોસ જીતીને ફિલ્ડિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાના ત્રણ ખેલાડીઓ ઉપરાઉપરી ત્રણ મોટા કેચ છોડી દેતા નેપાળને પ્રમાણસર મોટો ગણાય તેવો સ્કોર કરવાની તક મળી હતી. જો આ 3 ખેલાડીઓએ 3 કેચ ન છોડયાં હોત તો નેપાળી ટીમ મોટો સ્કોર ન કરી શકી હોત અને ભારત સસ્તામાં તેને આઉટ કરાવી શક્યું હોત. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને ઈશાન કિશને સાવ સરળ કહી શકાય તેવા કેચ છોડ્યાં હતા. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 104 રનમાં ઓલઆઉટ થયેલી નેપાળની ટીમે પ્રથમ વખત ભારત સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. નવી હોવાથી માનવામાં આવતું કે નેપાળી ટીમ ભારત સામે ઝાઝું નહીં ટકી શકે અને ભારતીય બોલરો સામે ઘૂંટણીયે પડી જશે પરંતુ તદ્દન ઉલટું બન્યું. શ્રેયસ અય્યરે કેચ છોડવાની પહેલ કરી. આ પછી વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા વિરાટ કોહલીએ પણ કેચ છોડ્યો હતો. ત્યાર બાદ વિકેટકીપર ઈશાન કિશને એક આસાન કેચ છોડ્યો અને એક ફોર જવા દીધી. 

શ્રેયર અય્યર ચૂક્યો નેપાળના ઓપનરનો કેચ  
મોહમ્મદ શમી ભારત માટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેનો છઠ્ઠો બોલ નેપાળના ઓપનર કુશલ ભુર્તેલના બેટની બહારની ધાર પર વાગ્યો અને સ્લિપ તરફ ગયો. બીજી સ્લિપ પર ઊભેલા શ્રેયસ અય્યરે જમણી તરફ ઝૂકીને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. અય્યર એક આસાન કેચ ચૂકી ગયો. 

વિરાટ કોહલીએ છોડ્યો સાવ આસાન કેચ 
મોહમ્મદ સિરાજ બીજી ઓવર કરવા આવ્યો હતો. તેનો બોલ આસિફ શેખે કવર પોઈન્ટ તરફ અથડાયો હતો, પરંતુ સામે ઉભેલો વિરાટ કોહલી આ આસાન કેચ લઈ શક્યો નહોતો. આ જોઈને કેપ્ટન રોહિત શર્માને ભારે આઘાત લાગ્યો હતો. 

ઈશાન કિશન પણ કેચ પકડવાની તક ગુમાવી 
ઐયર અને કોહલી બાદ ઈશાન કિશન પણ ભૂલ કરી બેઠો હતો અને તેણે પણ સાવ સરળ કેચ છોડીને નેપાળી ટીમને મોટો સ્કોર બનાવાની તક આપી દીધી હતી. 
ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચમી ઓવર કરી હતી. તેની ઓવરનો બીજો બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. ભુર્તેલે પુલ શોટ રમ્યો પણ તે ચૂકી ગયો. બોલ તેના ગ્લોવ્ઝ સાથે અથડાયો અને વિકેટકીપર ઈશાન કિશન તરફ ગયો પરંતુ ઈશાન પણ સરળ કેચ લેવામાં નિષ્ફળ ગયો અને બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ