બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs namibia is the last match of virat kohli as a captain

સ્પોર્ટ્સ / T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે કોહલીની અંતિમ મેચ, જાણો કેમ બંને ટીમો માટે મેચનું નથી મહત્વ

Kinjari

Last Updated: 04:21 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T 20 વર્લ્ડ કપમાં સોમવારે ભારતીય ક્રિકેટ ટીમ અને નામીબિયા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો થશે.

  • વિરાટ કોહલીની કેપ્ટન તરીકે છેલ્લી મૅચ
  • ભારત અને નામિબીયા વચ્ચે રમાશે આ મૅચ
  • પહેલી મૅચ પાકિસ્તાન સામે હાર્યું હતુ ભારત

આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ મેચનું કોઈ ખાસ મહત્વ નથી.   ભારત-નામિબિયા બંને ટીમો T20 વર્લ્ડ કપ 2021માંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, જોવામાં આવશે કે ટીમ કેટલા મોટા માર્જિનથી જીત મેળવવામાં સફળ રહે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

આ પહેલા અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડની મેચ પર ભારતીય ટીમની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ ટકી હતી. પરંતુ અફઘાનિસ્તાન મેચ હારી જતા જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2021માંથી બહાર થઈ ગઈ હતી. જો અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હોત તો ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી હોત. આ પછી ટીમ નામિબિયાને મોટા અંતરથી હરાવીને સેમિફાઇનલમાં પહોંચી શકી હોત. હવે ટીમ નામિબિયા જેવી નબળી ટીમ પર સખત પ્રયાસ કરીને આશ્વાસન જીત નોંધાવવાનો જ પ્રયાસ કરશે.

ભારત અને નામિબિયા વચ્ચે અત્યાર સુધી એકપણ T20 મેચ રમાઈ નથી. બંને ટીમો ICC ઈવેન્ટ્સમાં માત્ર એક જ વાર સામસામે આવી છે. 2003માં આયોજિત ODI વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નામીબિયા સાથે થયો હતો. ભારતે તે મેચ 181 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 125 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તે ટીમના તમામ સભ્યો ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

 

 

T 20 વર્લ્ડકપમાં ભારત-નામીબિયાનો સફર

ભારત
પહેલી મેચ- પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું.
બીજી મેચ- ન્યુઝીલેન્ડે 8 વિકેટે હરાવ્યું.
ત્રીજી મેચ- અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યું.
ચોથી મેચ- સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવ્યું.

નામીબિયા
1લી મેચ- સ્કોટલેન્ડે 4 વિકેટે હરાવ્યું.
બીજી મેચ- અફઘાનિસ્તાને 62 રને હરાવ્યું.
ત્રીજી મેચ- પાકિસ્તાને 45 રને હરાવ્યું.
ચોથી મેચ- ન્યુઝીલેન્ડે 52 રને હરાવ્યું.

  1. ટીમ ઈન્ડિયા વર્ષ 2021 પછી પહેલીવાર ICC ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી શકી નથી.
  2. ટીમ ઈન્ડિયા 2013થી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમ ઈન્ડિયાના હાથ 8 વર્ષથી ખાલી છે.
     

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ