બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Aus: Team India all out with 176 runs in WTC Final

ક્રિકેટ / WTC Final: ટીમ ઈન્ડિયા 296 રનમાં પેવેલિયન ભેગી, ટાર્ગેટથી 173 રન પાછળ, ઓસ્ટ્રેલિયાની મજબૂત પકડ

Vaidehi

Last Updated: 07:31 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં ફાઈનલમાં 173 રનથી ઓલ આઉટ થઈ છે.

  • WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓલ આઉટ
  • 173 રનથી ટીમ ઈન્ડિયા પાછળ
  • પહેલી ઈનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 469 રન બનાવ્યાં

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં 173 રનથી ઓલ આઉટ થઈ ગઈ છે. રોહિત શર્માની ટીમ પહેલીવાર 296 રન પર ઓલઆઉટ થઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 469 રન બનાવ્યાં હતાં. ત્રીજા દિવસની શરૂઆતમાં ભારત 151 રનથી આગળ હતું. અજિંક્યે રહાણે અને કે.એસ. ભરતે ટીમ ઈન્ડિયાની ઈનિંગને આગળ વધારી હતી પરંતુ બીજી જ બોલમાં સ્કોટ બોલેંડે ભરતને બોલ્ડ કર્યું. હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાથી 173 રન પાછળ છે.

71 રનમાં 4 વિકેટ
ઑસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 469 રન બનાવ્યાં હતાં જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ચેતેશ્વ પુજારાનાં રૂપમાં ભારતે પોતાની 4 વિકેટ માત્ર 71 રનમાં જ ખોઈ દીધી.

શાર્દૂલ અને રહાણેએ મચાવી ધૂમ
ભરતનાં આઉટ થયાં બાદ રહાણેને શાર્દૂલની પાર્ટનરશિપ મળી ગઈ અને બંને ખેલાડીઓએ મળીને ઓસ્ટ્રેલિયાઈ બોલરની ધૂલાઈ કરી દીધી હતી. આ બંને ખેલાડીઓની વચ્ચે કુલ 109 રનની પાર્ટનરશિપ થઈ હતી. 152થી સ્કોર 261 સુધી પહોંચી ગયો. પરંતુ છેલ્લે રહાણે 89 રન પર આઉટ થઈ ગયાં હતાં.

છેલ્લી 3 વિકેટનાં લીધે બદલાઈ ગઈ મેચ
રહાણેની વિકેટ બાદ ભારતની સ્પીડ ધીમી પડી ગઈ હતી. એક સાઈડ શાર્દૂલ અડગ હતાં પરંતુ બીજી બાજુ તેમને યોગ્ય સાથ મળ્યો નથી.  ઉમેશ યાદવનાં રૂપમાં ભારતને 271 રન પર 8મો ઝટકો લાગ્યો અને તે બાદ શાર્દૂલ પણ આઉટ થઈ ગયાં. ભારતને 296માં રન પર છેલ્લો ઝટકો મહોમ્મદ શમીનાં રૂમાં લાગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ