બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / IND vs AUS: Ahmedabad airport will be busy tomorrow due to arrival of VVIP guests, advisory to passengers to reach 2 hours early

ક્રિકેટ વર્લ્ડકપ 2023 / IND vs AUS: VVIP મહેમાનોના આગમનને પગલે આવતીકાલે અમદાવાદ એરપોર્ટ રહેશે વ્યસ્ત, મુસાફરોને 2 કલાક વહેલાં પહોંચવા એડવાઈઝરી

Vishal Khamar

Last Updated: 04:13 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે અમદાવાદ ખાતે રમાનાર ઓસ્ટ્રેલિયા-ભારતને મેચને જોવા માટે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, 8 રાજ્યનાં મુખ્યમંત્રી સહિત અનેક વીવીઆઈપી અમદાવાદ આવવનાં હોઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

  • આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ નિહાળવા આવશે અનેક VVIP
  • મુસાફરોને ચેક-ઈન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઈઝરી

આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટનાં મહાકુંભનો મહામુકાબલો યોજાનાર છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ નિહાળવા માટે અનેક VVIP આવનાર છે. જેનાં પગલે VVIP  મહેમાનોનાં આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત રહેશે. આવતીકાલે બપોરે 1.25 થી 2.10 વાગ્યા સુધી એર ટ્રાફિક બંધ કરાશે. તેમજ એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનાં એર-શો ને લઈ એર ટ્રાફિક બંધ રહેશે. 

ગત રોજ ઓસ્ટ્રેલિયાની ટીમ અમવાદા આવી પહોંચી હતી
આવતીકાલે 19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાનાર છે. ત્યારે ગત રોજ સાંજે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાય લાઈન હોટલમાં રોકાઈ છે. 

ક્યાં ક્યાં VVIP  આવશે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે બિઝનેસમેનથી લઈ બોલિવૂડ સ્ટાર, ઓસ્ટ્રેલિયાનું ડેલિગેશન તેમજ આઠ રાજ્યોનાં મુખ્યમંત્રી સહિત અનેક વિદેશી મહેમાનો આવનાર છે. જેમાં,

  • બિઝનેસમેન મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, ગૌતમ અદાણી, જિંદાલ ગ્રુપ સહિતનાં VVIP  ઉપસ્થિત રહેશે.
  • બોલિવૂડ સ્ટાર પણ આવશે.
  • ઓસ્ટ્રેલિયાનાં ડેપ્યુટી PM  પણ ડેલિગેશન સાથે આવશે. 
  • 8 રાજ્યનાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સિંગાપોર, US, UAE  ના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે. 

અમદાવાદ એરપોર્ટ પર નાઈટ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડની વ્યવસ્થા
આવતીકાલે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરાઈ હતી. જેમાં મુસાફરોએ ચેક-ઈન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઈઝરી જાહેર કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટડ પ્લેન આવશે. જેને લઈ અમદાવાદ એરપોર્ટ પર નાઈટ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.  15 સ્ટેન્ડમાંથી 6 સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે રિઝર્વ રખાશે. અમદાવાદનાં G.A.  ટર્મિનલ પર 100 થી વધુ ચાર્ટડ પ્લેન ઊતરશે.  એરપોર્ટ પર 30-40 જેટલા ચાર્ટડ પ્લેન પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ VVIP અને સેલિબ્રિટીનાં ચાર્ટડ પ્લેનને સુરત, રાજકોટ, વડોદરામાં પાર્કિગની સુવિધા કરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ