બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Increased home buyer tension, this big private bank has raised interest rates on loans, will increase EMI

બેડ ન્યૂઝ / ઘર ખરીદનારનું વધ્યું ટેન્શન, આ મોટી ખાનગી બેન્કે લોનના વ્યાજદરમાં કર્યો વધારો, વધી જશે EMI

Hiralal

Last Updated: 08:23 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેન્ક એક્સિસ બેન્કે પણ આખરે બધા પ્રકારની લોનના વ્યાજ દરમાં વધારો કરી દીધો છે.

  • ત્રીજી સૌથી મોટી ખાનગી બેન્ક એક્સિસે વધાર્યાં વ્યાજ દર
  • તમામ લોનના વ્યાજ દરમાં કર્યો 35 બેસિસ પોઈન્ટનો વધારો
  • કાર, હોમ સહિતની બધી લોન થઈ જશે મોંઘી

જ્યારથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધાર્યો કર્યો છે ત્યારથી વારાફરતી બધી બેન્કો વ્યાજ દરમાં વધારો કરીને ગ્રાહકોને ઝટકા આપી રહી છે. હવે એક્સિસ બેન્કે પણ વ્યાજ વધારાના પગલે ચાલી છે. એક્સિસ બેન્કે  તેના એમસીએલઆર (માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ)માં 35 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. નવા દરો 18 મેથી અમલમાં આવ્યા છે. 

35 બેસિસ પોઇન્ટનો વધારો થતા તમામ લોન મોઁઘી થઈ
એક્સિસ બેન્ક દ્વારા કરવામાં આવેલા 35 બેસિસ પોઈન્ટના વધારાની સાથે તમામ પ્રકારની લોન મોંઘી થઈ છે જેમાં હોમ, કાર સહિતની બીજી લોન સામેલ છે. ઘર અને કારના હપ્તા પણ વધી જશે. 

વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો 
mclrમાં 35 બેસિસ પોઇન્ટના વધારાનો અર્થ એ છે કે બેંક તરફથી મળતી ઓટો, હોમ, પર્સનલ સહિત તમામ પ્રકારની લોનના વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ નવા ગ્રાહકોને લોન મોંઘી મળશે, હાલના ગ્રાહકોએ પણ પહેલા કરતા વધારે ઈએમઆઈ ચૂકવવી પડશે. એમસીએલઆર વધીને 7.55 ટકા થઈ ગયો છે. અગાઉ તે 7.2 ટકા હતો. 3 મહિનાનો એમસીએલઆર 7.3 ટકાથી વધીને 7.65 ટકા થયો છે. નવા વધારા બાદ 6 મહિનાનો એમસીએલઆર હવે વધીને 7.7 ટકા અને 1 વર્ષનો એમસીએલઆર 7.75 ટકા થઈ ગયો છે. 2 વર્ષનો mclr 7.5 ટકાથી વધીને 7.85 ટકા અને 3 વર્ષનો mclr 7.55 ટકાથી વધીને 7.9 ટકા થયો છે.

શું છે એમસીએલઆર
ભારતીય રિઝર્વ બેંકે 2016થી ધિરાણના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કોમર્શિયલ બેન્કો બેઝ રેટને બદલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) પર ધિરાણ આપે છે. એમસીએલઆર નક્કી કરવા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ ઘણું મહત્વનું હોય છે. જ્યારે રેપો રેટ બદલાય છે, ત્યારે આ ફંડમાં પણ ફેરફાર થતો રહે છે. આ મહિનાની 4 તારીખે રિઝર્વ બેંકે અચાનક રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટ અને સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો)માં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી, નાની-મોટી લગભગ તમામ બેંકોએ લોનના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. મોટી બેન્કોમાં એકમાત્ર એક્સિસ બેન્ક જ એવી હતી જેણે અત્યાર સુધી તેની જાહેરાત કરી નહોતી. બે અઠવાડિયા પછી, બેંકે એક જાહેરનામું બહાર પાડ્યું અને તેની જાહેરાત કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ