બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In VTV's reality check, the open poll of the system, the agriculture minister said - the quantity has arrived

BIG NEWS / યુરિયા, DAP, NPK ખાતરની અછતથી ગુજરાતનાં ખેડૂતો પરેશાન: VTVના રિયાલિટી ચેકમાં તંત્રની ખૂલી પોલ, કૃષિમંત્રીએ કહ્યું- જથ્થો આવી ગયો છે

Vishal Khamar

Last Updated: 09:50 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં યુરિયા અને DAP ખાતરની અનેક જીલ્લાઓમાં અછત હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે કે, ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ગયો છે.  ટૂંક સમયમાં ખાતર વિતરણ કેન્દ્રો પર ખાતરનો જથ્થો મળી રહેશે.

  • ખાતરની અછતને લઇ કૃષિમંત્રીનું નિવેદન 
  • રાઘવજી પટેલે ખાતરની અછતને લઇ આપ્યું નિવેદન 
  • 'ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ગયો છે'

રાજ્યમાં શિયાળુપાકના વાવેતર અને સિંચન માટે ખેડૂતો પોતાના ખેતરમાં મહેનત કરી રહ્યા છે..તેવામાં યુરિયા અને DAP ખાતરની અનેક જિલ્લાઓમાં અછત હોવાની ફરિયાદો ઉઠી છે.જેને લઇ વીટીવી ન્યૂઝે ખાતરની અછત અંગે રિયાલિટી ચેક હાથ ધર્યું. જેમાં અનેક ખાતર વિતરણ કેન્દ્રોમાં ખાતરની અછત હોવાનો ખુલાસો થયો. ખાતરની અછતને લઇને વીટીવી ન્યૂઝે સમગ્ર મામલે જ્યારે કૃષિમંત્રીને સવાલ કર્યો. તો તેમણે ખાતરની અછતને લઇને જણાવ્યું કે, DAP ખાતરનો કેન્દ્રએ મોકલાવેલો જથ્થો ગુજરાત આવી ગયો છે. જેથી ખાતર વિતરણ કેન્દ્રો પર DAP અને યુરિયા ખાતરનો જથ્થો મળી રહેશે. 

રવિ સીઝનમાં  ઘઉંના વાવેતર બાદ ખાતરની અછત
અમદાવાદ જિલ્લા ચોમાસામાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે..હાલ ડાંગર પાક લીધા બાદ ખેડૂતો દ્વારા રવી સીઝનમાં ઘઉં નું વાવેતર શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે રવી સીઝનમાં ઘઉં ના વાવેતર બાદ ખેડૂતોને ખાતર અછત સામે આવી રહી છે. ખેડૂતો ખાતર સ્ટેશન પર ખરીદી માટે જાય પરંતુ ખાતર મળતું નથી. વાસ્તવમાં ખાતરની રીયાલીટી માટે સાણંદના ખાતર ડેપો તપાસ કરી તો ત્યાં ખેડૂતો મુખેથી સાંભળવા મળ્યું કે, પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ન મળતા રોજ બરોજ ધક્કા ખાવાની નોબત આવી રહી છે. જેમાં અમુક જ ખેડૂતોને ઓછી તો વગદાર ખેડૂતોને સૌથી વધુ યુરિયા મળતું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. સાંભળો આ ખેડૂતોની વ્યથા  કેવી પરેશાની નો સામનો યુરિયા અને DAP ખાતર મેળવવા રોજ  બરોજ  ખાતર ડેપો માં ધક્કા ખાવા પડી રહ્યા છે. 

અમારી પાસે યુરિયાનો સ્ટોક પુરતો નથી-કર્મચારી
ગીર સોમનાથનાં કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી કરી રહ્યા છે. ખાતરનાં સ્ટોરને લઈ તંત્ર અને એજન્સીનો તાલ મેલનો અભાવ જોવા મળી રહ્યો છે. કોડીનારમાં ખેડૂતો ખાતર માટે પડાપડી કરી રહ્યા છે. ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ બાબતે કર્મચારીએ જણાવ્યું હતું કે,  NPK, DAP અને યુરિયા ખાતર માટે ખેડૂતોની પડાપડી છે.  અમારી પાસે યુરિયાનો સ્ટોક પુરતો નથી. યુરિયા સિવાય અન્ય તમામ ખાતરનો સ્ટોક પુરતો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ