બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, usurers were tortured again

કાર્યવાહીનું મીંડું / 'હું ઓફિસ નથી જઈ શકતી તારા લીધે..' વડોદરામાં વ્યાજખોરોએ 15.50 લાખ સામે 27 લાખ પડાવી લીધાનો આરોપ

Dinesh

Last Updated: 08:16 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 9 વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપી પટાણી ઉઘરાણી કરતા હોવાનો તેમજ રૂપિયા 15.50 લાખ સામે 27 લાખ પડાવી લીધાનો પણ આરોપ છે

  • વડોદરામાં વ્યાજખોરોનો ફરી ત્રાસ આવ્યો સામે
  • 9 વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપી ઉઘરાણી
  • IVF સારવાર માટે લીધેલા પૈસાની ઉઘરાણી માટે ધાકધમકીઓ


વડોદરામાં વ્યાજખોરોનો ફરી ત્રાસ સામે આવ્યો છે. 9 વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પીડિતનો આરોપ છે. વિગતો મુજબ IVF સારવાર માટે લીધેલા પૈસાની ઉઘરાણી માટે ધાકધમકીઓ આપતા તેમજ રૂપિયા 15.50 લાખ સામે 27 લાખ પડાવી લીધાનો પણ આરોપ છે.  

પીડિતને જ આરોપી બનાવી દીધાનો આરોપ
ઘનશ્યામ ફુલબાજ અને અન્ય લોકોની સંડોવણી હોવાનો આરોપ છે જ્યારે પોલીસે પીડિતને જ આરોપી બનાવી દીધાનો આરોપ પણ થયો છે. અત્રે જણાવીએ તો પોલીસ FIRમાં માત્ર 12.50 લાખ ચૂકવ્યાનો ઉલ્લેખ કર્યો છે  જેને લઈ વ્યાજખોરોના સમર્થનમાં પોલીસની કાર્યવાહી થતી હોય તેવી ચકચાર મચી છે. 

વડોદરામાં વ્યાજખોરોનો આતંક, પૈસા માટે અસહનીય ત્રાસ આપતાં શખ્સે ઝેરી દવા  પીને જીવન ટૂંકાવ્યું | One more person committed suicide due to usurer  torture in Vadodara

ઓડિયો વાયરલ થઈ
વ્યાજખોરના ત્રાસને લઈ એક ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એક મહિલા અને પુરૂષ વાત કરી રહ્યાં છે જેમાં મહિલા જણાવી રહી છે, આઈ જા ભાઈ, તુ અહી આગળ આવી જા મારા બાપ, તારા લીધે ઓફિસ પર નહી આવી સક્તી, તારા લીધે મને અહીં જ ઉભા રાખ્યા છે. અહી લોડ વધી રહ્યો છે આવીને મળી જાને. પુરૂષ જણાવી રહ્યો છે કે, થોડાક પૈસા ખુટે છે થોડા પેલા આપવા આપવા આવે છે એટલુ આવી આવુ

પોલીસ અધિકારીનું નિવેદન 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નવ નામો સાથે અરજી લખી રજૂઆત કરી હતી, અરજીની રજૂઆતની તપાસમાં એવા નિષ્કર્ષ નીકળ્યું  હતું કે, નવ આરોપી પૈકી બે આરોપી અભિષેક અને નિર્મળા વિરૂદ્ધ પુરાવા મળે છે તો એમની વિરૂદ્ધમાં ફરિયાદ રજીસ્ટ્રાર કરવા આપી દેધેલી છે તેમજ જે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી   

આર.ડી. કવા.,  ACP બી ડિવિઝન - વડોદરા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ