બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In the Sachin Thakkar murder case in Vadodara, the police reconstructed the incident

તપાસ / વડોદરામાં કેવી રીતે થઈ ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યા? આરોપીઓને સાથે પોલીસનું રિકન્સ્ટ્રક્શન

Dinesh

Last Updated: 09:59 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન ઠક્કરની હત્યા કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી

  • સચિન ઠક્કર હત્યા કેસમાં પોલીસે કર્યુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન 
  • પોલીસ કમિશનર સમશેરસિંઘે હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી
  • ACP  આર.બી.રાણાને સોંપાઇ હતી હત્યા કેસની તપાસ 


વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસમાં કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સચિન ઠક્કરની હત્યામાં અનેક લોકોનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. જે મામલે ગોત્રી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે.

હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી
આપને જણાવીએ કે, પોલીસ કમિશનર સમશેરસિંઘે હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી છે. સવારે જ એ ડિવિઝનના ACP આર.બી.રાણાને હત્યા કેસની તપાસ સોંપાઈ હતી. અગાઉ ગોત્રી પોલીસ પાસેથી તપાસ લઇને ACPને સોંપાઇ હતી જે બાદ ACPએ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ પરત લેવાઇ હતી. આમ ત્રીજી વખત તપાસને લઇને નિર્ણય બદલાયો છે.

શું બની હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેર ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કર પર થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે બે શખ્સોએ હુમલો કર્યો હતો. બે શખ્સોએ બંને ભાઈ પર બેઝબોલ સ્ટીક અને હોકીથી હુમલો કર્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મોત નિપજ્યું હતું. 

વીડિયો પણ થયો હતો વાયરલ 
જે બાદ મૃતકના રીમાબેન સચિનભાઈ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કર પર વાસિક અજમેરી અને વિકાસ લોહાણાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જેઓની પૂછપરછમાં બાબુલ પરીખના પુત્ર પાર્થ પરીખનું નામ ખુલ્યું હતું.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી
વાહન પાર્કિંગની જૂની અદાવતમાં તેઓ ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર અને પ્રતિશે ઠક્કર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ