બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the last 24 hours in Gujarat, 6 people died due to heart attack

કાતિલ શિયાળો / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના હાર્ટ એટેકથી હ્રદય થંભી ગયા, સ્વજનોને સારવાર કરાવવાનો પણ મોકો ન મળ્યો

Priyakant

Last Updated: 08:53 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heart Attack Latest News: છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3 લોકો, સુરતમાં 2 લોકો અને વડોદરાના એક વ્યક્તિ મળી કુલ 6 લોકોના મોત થયા

  • શિયાળામાં વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ
  • છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકના કારણે 6 લોકોના મોત 
  • 3 રાજકોટમાં, 2 સુરતમાં તો એકનું વડોદરામાં મોત

Gujarat Heart Attack News : રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકના કારણે 6 લોકોના મોત થયા છે. વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3 લોકો, સુરતમાં 2 લોકો અને વડોદરાના એક વ્યક્તિ મળી કુલ 6 લોકોના મોત થયા છે. આ તરફ હાર્ટ એટેકની ઘટનામાં 6 લોકોના મોત બાદ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

વિગતો મુજબ જસદણના દહીંસરામાં રહેતાજેરામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા (ઉ.વ.52)ને મોડી રાત્રે છાતીમાં દુઃખાવો થતો હોવાનું જણાવતા બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ સુંદરમ પાર્કમાં રહેતા જગદીશભાઇ દાનાભાઇ બોસીયા (ઉ.વ.42) સવારે છાતીમાં દુઃખાવો થતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ મૃત જાહેર કર્યા હતા. આ સાથે ત્રીજા બનાવમાં મુળ શિવધારાના હાલ ગોવિંદનગર પાસે રહેતા દેવાયતભાઈ નાગદાનભાઈ ધ્રાંગા (ઉ.વ.48) બેભાન થઈ ઢળી પડતાં હોસ્પિટલે લઈ જતા હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે. 

સુરતમાં 2 લોકોના મોત 
આ તરફ સુરતના પીપલોદ ખાતે આવેલા પ્રગતિનગરમાં રહેતા ગોવાભાઇ ભૂરાભાઇ રબારી (ઉં.વ. 40)ને સાંજે પાંચેક વાગ્યા આસપાસ અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેઓ અચાનક ઢળી પડયા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલ ખસેડાયા તો તબીબે મૃત જાહેર કર્યા હતા. નવસારીમાં ઘેલખડીની માધવપાર્કમાં રહેતા 28 વર્ષીય દિવ્યાંગકુમાર ગણપતભાઇ ટંડેલને સાંજના સમયે અચાનક ગભરામણ થતા સાથી કર્મચારી દ્વારા નજીકની હોસ્પિટલમાં લઇ જતી વેળા જ હોસ્પિટલના ગેટ પાસે દિવ્યાંગકુમાર ઢળી પડ્યા બાદ તેમનું મોત થયું હતું. 

વડોદરાના કારેલીબાગ વિસ્તારની કુનિકા સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મી 70 વર્ષીય જતીનભાઈ શાહ પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ખાતે રાબેતા મુજબ મંગળવારે સવારે સ્વિમિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન સ્વિમિંગ કર્યા બાદ રેસ્ટ રૂમમાં જઈને તેઓ શાવર લઈ રહ્યાં હતા ત્યારે એકાએક જતીનભાઈ જમીન પર ઢળી પડયાં હતા. જેથી ત્યાં હાજર વ્યક્તિઓએ જતીનભાઈને CPR આપ્યું હતું. પરંતુ કોઈ રિસ્પોન્સ જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ