બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / In the case of the fire accident in Surat's Ether Company, the negligence of the Disaster Mamlatdar fell heavily

કાર્યવાહી / સુરતની એથર કંપનીમાં આગ દુર્ઘટના મામલે બેદરકારી ડિઝાસ્ટર મામલતદારને પડી ભારે, છીનવાયો ચાર્જ

Priyakant

Last Updated: 11:41 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Sachin GIDC Fire Latest Update: ગંભીર ઘટનામાં સુરત ડિઝાસ્ટરની કામગીર નબળી હોવાનું પુરવાર થયું, નબળી કામગીરીને ધ્યાને લઈ કલેક્ટરે તાત્કાલિક ચાર્જ લઈ પ્રતિક જાખડને સોંપ્યો

  • સુરતમાં એથર કંપનીમાં આગનો મામલો
  • આગની જાણ કલેક્ટરને ન કરનારા મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો
  • કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ આશિષ નાયક પાસેથી છીનવ્યો
  • નવા ડિઝાસ્ટર મામલતદાર તરીકે પ્રતિક જાખડને ચાર્જ સોંપાયો
  • મામલતદાર આશિષ નાયકે આગની જાણ કલેક્ટરને નહોતી કરી

Surat Sachin GIDC Fire : સુરતમાં એથર કંપનીમાં આગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એથર કંપનીમાં આગ મામલે બેદરકારી દાખવનાર મામલતદાર સામે કલેક્ટરે કાર્યવાહી કરી છે. સુરતમાં એથર કંપનીમાં આગની જાણ કલેક્ટરને ન કરનાર મામલદાર પાસેથી ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ છીનવી લેવાયો છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. 

સુરતની એથર કંપનીમાં તાજેતરમાં લાગેલી આગમાં 7 લોકોના મોત હત્યા છે. આ તરફ હવે કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. વિગતો મુજબ કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ આશિષ નાયક પાસેથી છીનવી લીધો છે. આ સાથે નવા ડિઝાસ્ટર મામલતદાર તરીકે પ્રતિક જાખડને ચાર્જ સોંપાયો છે. મહત્વનું છે કે, મામલતદાર આશિષ નાયકે આગની જાણ કલેક્ટરને ન કર્યાનો ખુલાસો થયો છે. આ તરફ ગંભીર ઘટનામાં બેદરકારીને લઇ મામલતદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

શું હતી સમગ્ર ઘટના ?
સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ બાદ કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી. મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ