બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / In Surat's Pandesara area, a shocking incident came to the fore that shamed the relations, the dear betrayed and the sister-in-law disgraced.

ગંદી હરકત / સુરતમાં દિયરે કર્યો દાવ! વીડિયો કોલમાં ભાભી સાથે બીભત્સ વાતો કરી સ્ક્રીન રેકોર્ડીંગ કર્યું, પરિણીતાના ભાઈએ વીડિયો કર્યો વાયરલ, સંબંધો શર્મસાર

Dinesh

Last Updated: 10:49 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news: 'મારો કોઈ ગુનો નથી, મારા દીયરે મને બદનામ કરી છે મારે સમાજમાં કેમ જીવવું', પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક ભાભીએ નોંધાવી ફરિયાદ

  • દીયરે દીધો દગો અને ભાભી બદનામ 
  • ના કરી ઈજ્જતની પરવાર,ના કર્યો ખુદનો વિચાર 
  • દગાબાજ દીયર અને ભાભી પરેશાન 


સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીયરે ભાભી સાથે વીડિયો કોલ પર વાત કરી તેનો સ્ક્રીન રેકોર્ડ કરીને બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલ્યો હતો. જેમાં ભાઈએ પણ પોતાની જ બહેનનો વીડિયો સગા સબંધીને મોકલી દીધો હતો. આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે દીયરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સગી બહેનની જિંદગી નર્ક કરી 
સુરતના પાંડેસરા વિસ્તારમાં સબંધોને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ઉતરપ્રદેશની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો બીભત્સ વીડિયો ખુદ તેના દીયરે વાયરલ કર્યો હતો. દીયરે ભાભી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી બીભત્સ ફોટો તથા વીડિયો ભાભીના ભાઈને મોકલી દીધો હતો એટલું જ નહીં ભાભીના ભાઈએ પણ તે વીડિયો સગા સબંધીને વાયરલ કર્યો હતો

ભાભીના ભાઈની સામે પોલીસ ફરિયાદ 
આ સમગ્ર મામલે પરિણીતાએ પોતાના ભાઈ અને દીયર સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે દિયરની ધરપકદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાઈને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ભાઈ અને દીયર વચ્ચે રહેલા પવિત્ર સંબંધને શર્મશાર કર્યા છે. 

હેવાન ભાઈ અને દીયરે દીધો દગો
બનાવ અંગે ડીસીપી વિજય સિહ ગુર્જરે જણાવ્યું હતું કે, મહિલાના દીયરે વીડિયો કોલ કરીને સ્ક્રીન રેકોડીંગ કરી લીધું હતું અને બાદમાં બ્લેકમેઈલ કરવા અથવા તો પારિવારિક કારણોસર તે વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ