બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In Saurashtra, fields turned into bats, south Gujarat got hailstorm, scenes of celestial disaster came to light.

મોન્સુન / સૌરાષ્ટ્રમાં ખેતરો બેટમાં ફેરવાયા, દક્ષિણ ગુજરાત તો હિલોળે ચડ્યું, સામે આવ્યા આકાશી આફતના દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં વેરવિખેર

Dinesh

Last Updated: 08:43 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ સહિતના મુખ્ય તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા

  • રાજકોટમાં તમામ માર્ગો પર વરસાદી પાણી ફેરી વળ્યાં
  • વરસાદના પગલે ગ્રામ્ય પંથકના નદી-નાળા છલકાયા
  • ગોરડકા ગામની કેરી નદીમાં નવા નીર આવ્યા

સમગ્ર દેશમાં હાલ ચોમાસાએ જોરદાર એન્ટ્રી મારી છે. અનેક જગ્યાએ વરસાદ લોકો માટે ખુશીનું કારણ બન્યુ છે તો અનેક જગ્યાએ વરસાદે તાંડવ મચાવ્યું છે. હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યો છે. જેના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો નાના મોટો ડેમો અને ચેકડેમો ઓવરફ્લો થયા છે. 

રાજકોટમાં વરસાદ
રાજકોટ શહેરમાં આજે સવારથી  વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સવારથી ઝરમર ઝરમર વરસાદી ઝાપટા બાદ એકાએક સાંજના 4 વાગ્યાથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને 4.30 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેના પગલે રાજકોટના યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ સહિતના મુખ્ય તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આજે સવારના 6 વાગ્યાથી શરૂ કરી સાંજના 5 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. 

જામપર ગામે ધુંઆધાર વરસાદ
દ્વારકા જિલ્લાના જામપર ગામે ધુંઆધાર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે જામપર ગામે ગોઠણસમા પાણી ભરાયા છે. જેને લઈ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ગામની બજારોના રસ્તાઓ પર ધસમસતા પાણી જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વાહનો પાણીમાં ડૂબી જતાં ભારે નુકસાન થયું છે.

કાળુભાર ડેમ ઓવરફ્લો
ગઢડાનો કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ભાલ પંથકમાં પાણી ફરી વળ્યા છે.  ડેમ ઓવરફ્લો થતા સાથે ગઇકાલે 4 દરવાજા ખોલાયા હતા જેને લઈ વલ્લભીપુર, ઉમરાળા અને ભાલ પંથકમાં પાણી પાણી નજરે ચડી રહ્યો છે. ભાલના પાળીયાદ, સ્વાઇનગર, દેવળીયા અને માઢીયા વિસ્તારો બેટમાં ફેરવાયો છે. અત્રે જણાવીએ કે, પાણીના નિકાલ માટે કોઇ વહેણ ન હોવાથી ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થાય છે.

ગ્રામ્ય પંથકના નદી-નાળા છલકાયા
બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદના પગલે ગ્રામ્ય પંથકના નદી-નાળા છલકાયા છે. તાલુકાના લાઠીડદ ગામમાં ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજી તરફ તાજપર, સરવઇ, સાંગવાદર, સમઢીયાળા ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોરડકા ગામની કેરી નદીમાં પણ નવા નીરમાં આવક થઈ છે. ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યાં છે.

વાપી સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડના વાપી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી છે જેના પગલે વાપી સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

બ્રિજ પર નયનરમ્ય દ્રશ્યો
સુરતના માંડવીમાં તાપી નદીનો આકાશી નજારો જોવા મળ્યો હતો. માંડવીમાં તાપી નદી ઉપરના બ્રિજ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ