બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, the administration and administration are sheltering the headstrong people? 5 incidents of babal in last 5 days, video capture of Gaddapata

ફફડાટ / રાજકોટમાં વગ અને વહીવટ માથાભારે શખ્સોને છાવરે છે? છેલ્લા 5 દિવસમાં બબાલની 5 ઘટના, ગડદાપાટાના વીડિયો કેદ

Vishal Khamar

Last Updated: 11:18 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેર રસ્તા પર મારામારી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે.

  • રાજકોટમાં અસામાજીક તત્વો બેફામ
  • રાજકોટમાં જ મારામારીની પાંચ ઘટનાઓ સામે આવી
  • જાહેરમાં મારામારી કરતા શખ્સો પોલીસને પડકાર આપી રહ્યા છે

રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ કથળી રહી છે. રાજ્યનાં મોટા શહેરોમાં ગુનાખોરીનું પ્રમાણ વધતુ જાઈ છે. ત્યારે એકલા રાજકોટમાં જ મારામારીની પાંચ ઘટનાઓ સામે આવી છે.રાજકોટના મવડી ચોકડી પાસે મારામારીની વધુ ઘટના સામે આવી. જાહેરમાં મારામારી કરતા શખ્સો પોલીસને પડકાર આપી રહ્યા છે. ત્યારે કાલાવાડ રોડ પર રાત્રીના સમયે મારામારી થઇ હતી. એક યુવતી સહિત ત્રણ લોકોએ યુવકને માર માર્યો. તો બીજી તરફ શહેરના નાના મૌવા પાસે એક યુવકને લાકડી વડે માર માર્યો. તો શહેરના ગાંધીગ્રામ શેરીમાં કારમાં આવેલા શખ્સોએ સિનિયર સિટિઝનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.

બે જૂથો સામ સામે આવી ગયા હતા

રાજકોટ ફરી એકવાર ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું તેમ લાગી રહ્યુ છે. કારણકે રાજકોટ શહેરમાં છાસવારે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વધુ એકવાર શહેરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના મવડી ચોક નજીક બાપા સીતારામ ચોક પાસે બે જૂથ સામસામે આવી ગયા. અને જોતજોતામાં બંને જૂથો વચ્ચે લાકડીઓ વરસવા લાગી. જાહેર રોડ પર મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો

છેલ્લા પાંચ દીવસથી દરરોજ આ પ્રકારની મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાજકોટમાં ફરી એકવાર ગુંડારાજની શરૂઆત થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના મેઇન માર્કેટમાં બે જૂથો વચ્ચે જબરદસ્ત મારામારી થઈ હતી.  શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સરિતા વિહાર પાસે રાત્રિના સમયે બે જૂથો આમને સામને આવી ગયા હતા. અને છૂટાહાથની મારામારી કરવા લાગ્યા હતા.  રાજકોટમાં આવા લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. ત્યારે આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ