બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Poshina the principal touches the bed of the cleaning worker's daughter in the school

સાબરકાંઠા / પોશીનામાં આચાર્યની શરમજનક કરતૂત: શાળામાં સફાઇ કામદારની દીકરીને કર્યું બેડ ટચ, મામલો રફેદફે કરવા જુઓ શું કર્યું

Kishor

Last Updated: 11:44 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પોશીના તાલુકાના વનવાસી વિસ્તારમાં શાળાના આચાર્ય દ્વારા સગીર વયની દીકરી સાથે અડપલા કરાયા હોવાનો કિસ્સો બહાર આવતા હડકંપ મચી ગયો છે.

  • પોશીનાની સાધુફળા પ્રાથમિક શાળાનો બનાવ
  • સફાઇ કામ દરમ્યાન આચાર્યએ કરી છેડતી
  • સગીરાએ બૂમાબૂમ કરી પિતાને વાત કહી
  • લંપટે મામલો રફેદફે કરવા 10 હજારની લાલચ આપી

છેલ્લા કેટલાક સમયથી શિક્ષણધામમાં નૈતિકતાના પાઠ શીખવનારા શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ સાથે શારીરિક છેડછાડ સહિત માનસિક ત્રાસની ફરિયાદો ઉઠતી રહી છે. તેવામાં સાબરકાંઠાના પોશીના તાલુકાના સાધુફળા પ્રાથમિક શાળા ચર્ચામા આવી છે. શાળાના આચાર્ય દ્વારા સગીર વયની દીકરી સાથે છેડછાડ કરાયાની રાવ ઉઠતા ખળભળાટ મચ્યો છે.સ્વતંત્રતા દિવસની આગલી સાંજે શાળાના સફાઈકામ દરમિયાન શાળાના આચાર્ય પરિમલ ખરાડીએ સફાઈ કામદારની દીકરી સાથે શારીરિક છેડછાડ કરી હતી. 

Tag | VTV Gujarati

10 હજાર રૂપિયા આપી કાંડ દબાવી દેવા પ્રયાસ

જેના પગલે દીકરીએ બૂમાબૂમ કરતા તેના પિતા ઘટનાસ્થળે  દોડી આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ પરિમલ ખરાડીએ છેડતી કર્યા બાદ સગીરાના પિતાને જાણ થતા પોશીના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. હાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે.


જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો
સાબરકાંઠાના પોશીના તાલુકાના સાધુ ફળા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક શાળામાં સફાઈ કામદારની દીકરી ઉપર નજર બગાડી શારીરિક છેડછાડ કરાયાનો ગુનો નોંધાયો છે. જેમાં પ્રાથમિક શાળાની સફાઈ કામ દરમિયાન આચાર્યએ સફાઈ કામદારની દીકરી સાથે આડપલા કર્યા હતા. બાદમાં દીકરીએ ગભરાઈ જાય બૂમાબૂમ કરી મુકતા પિતાએ તપાસ આદરી હતી. જેમાં જોકે આરોપી શિક્ષકે 10,000  આપવાનું કહી પોતાનો કાંડ દબાવી દેવા પણ પ્રયાસ કર્યો હતો.બાદમાં પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્ય શિક્ષકની આજે અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે.ઈડર કોર્ટ ખાતે આરોપીની ધરપકડ કરી તેની રજૂ કરાયા બાદ કોર્ટના નિર્ણયના આધારે આરોપી સામે પગલાં લેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ