બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In Pawar Play After NCP Coup, Uncle vs Nephew, Rival Sackings

Maharastra Political Crisis / BIG NEWS : શિવસેના જેવા થયા NCPના હાલ, અજિત છાવણીએ બદલ્યાં પ્રદેશાધ્યક્ષ, કર્યું નવા ગઠબંધનનું એલાન

Hiralal

Last Updated: 05:57 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિત પવારના બળવા બાદ એનસીપીની હાલત પણ શિવસેના જેવી થઈ છે જેમાં હવે કાકા અને ભત્રીજા ખુલીને સામસામે આવ્યાં છે.

  • અજિત પવારના બળવા બાદ NCP ફસાઈ મોટા રાજકીય સંકટમા
  • શરદ પવારે પ્રફુલ્લ પટેલ-સુનિલને હાંકી કાઢ્યાં
  • અજિત છાવણીએ તટકરને બનાવ્યાં પ્રદેશાધ્યક્ષ 
  • અજિત પવારે ભાજપ, શિંદે સાથે કર્યું નવા ગઠબંધનનું એલાન 

અજિત પવારના બળવાના દિવસ બાદ શરદ પવારની આગેવાનીવાળી NCPમાં ગજબનો ખેલ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે એક તરફ શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકર જેવા દિગ્ગજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં. એનસીપીએ અજિત પવારની સાથે ગયેલા 9 ધારાસભ્યોને પણ બરખાસ્ત કરીને બાકી બચેલાના વફાદારીના ફોર્મ ભરાવ્યાં છે. 

અજિત જૂથે સુનિલ તટકરને બનાવ્યાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ
શરદ પવારના એક્શન બાદ અજિત છાવણીએ પણ વળતો વાર કરીને સુનિલ તટકરને એનસીપીના પ્રદેશાધ્યક્ષ જાહેર કર્યાં હતા. 
અત્યાર સુધી જયંત પાટીલ એનસીપીના પ્રદેશ પ્રમુખ હતા. 

ઉદ્ધવ ઠાકરે સાથે જે થયું તે શરદ પવાર સાથે થયું 
આ રીતે એક વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જે થયું હતું, હવે શરદ પવાર સાથે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે. તો બીજી તરફ શરદ પવારે પ્રફુલ્લ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. 

અજિત પવારે કર્યું નવા ગઠબંધનનું એલાન

અજિત પવારે ભાજપ અને શિવસેના સાથે એક નવા ગઠબંધનનું એલાન કર્યું છે. આ નવા ગઠબંધનમાં ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ રહેશે જેને 'મહાયુતિ' નામ આપવામાં આવ્યું છે. અજીત પવારે કહ્યું કે અમે મહારાષ્ટ્રના ઉત્કર્ષ માટે આ નિર્ણય લીધો છે.

NCPના અધ્યક્ષ કોણ, અજિત પવારે આપ્યો જવાબ

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 

NCPમાં કટોકટીમાં આજનો ઘટનાક્રમ

  • શરદ પવારે બેઠક યોજીને અજિત પવાર સહિત 9 ધારાસભ્યોને પાર્ટીમાંથી બરખાસ્ત કર્યાં
  • એનસીપીએ પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં 
  • અજિત છાવણીએ પણ સુનિલ તટકરને બનાવ્યાં પ્રદેશાધ્યક્ષ, જયંત પાટિલને બરખાસ્ત કર્યાં 
  • અજિત છાવણીએ નવા ગઠબંધનનું એલાન કર્યું, ભાજપ અને શિવસેનાની સાથે મળીને બનાવી મહાયુતિ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ