બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In one night in Gir Somnath district, it rained such a disaster that there was water all around

જળબંબાકાર / માંગરોળમાં 12 ઇંચ તો માળીયા હાટીનામાં 8 ઇંચ વરસ્યો, ગુજરાતમાં આજે 179 તાલુકા તરબતર, જુઓ ક્યાં કેટલો

Dinesh

Last Updated: 11:25 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 179 તાલુકામાં વરસાદ નોઁધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે

  • ગીર સોમનાથમાં આભ ફાટ્યું
  • શહેર, ગામ થયા પાણી-પાણી
  • રાજ્યના 179 તાલુકામાં વરસાદ નોઁધાયો

રાજ્યમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં એક રાતમાં એવી આફત વરસી કે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોઁધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ જૂનાગઢના માળિયા હાટીનામાં તેમજ વાપીમાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.3 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે કુતિયાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 71 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ
સવાર બાદ પણ વરસાદ અવિતર ચાલું રહ્યો જેને કારણે જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન કે પછી હાઈવે હોય કે રહેણાંક સોસાયટી તમામ જગ્યાએ માત્ર પાણીનું જ સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વેરાવળ શહેરના બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

NDRFની ટીમો પણ કામે લાગી
મુશળધાર વરસેલા વરસાદને કારણે હાઈવે પણ પાણી-પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો નદીના ધસમસતા પ્રવાહમાં હાઈવે જ ધોવાઈ ગયા છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પણ ધોવાઈ ગયો છે. સોનારીયા નજીક હાઈવે પરનો પુલ પાણીની તાકાત સામે ટકી ન શક્યો. પૂરના પાણી રોડ પર વહેવા લાગતા વેરાવળ તરફનો સંપર્ક જ તૂટી ગયો છે. ધોધમાર વરસાદ વરસતા સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઈ સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. તો બીજી તરફ ગામોમાં ફલાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમો પણ કામે લાગી ગઈ છે.

ખેડૂતોની ચિંતા વધી
આ બધાની વચ્ચે પ્રથમવાર એવું બન્યું કે ધોધમાર વરસાદને કારણે ભાલકા મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું અને પ્રથમવાર મંદિર પરિસર બેટમાં ફેરવાઈ ગયું. અવિરત વરસેલા વરસાદને કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે. હિરણ હોય કે સરસ્વતી નદી ગીર સોમનાથ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે નારિયેળીના પાકનો સોથ વળી ગયો તો ખેતરો તળાવ બની ગયા. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ