બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Navsari, the youths filled 7 feet of water and took food packets and left. Arrangements were also made in the temples

જળપ્રલય / નવસારીમાં પરિસ્થિતિ ગંભીર: 7 ફૂટ પાણી ભરાતા યુવાનો ફૂડ પેકેટ લઈને નીકળ્યા-મંદિરોમાં પણ વ્યવસ્થા, અનેકનું રેસ્ક્યૂ

Priyakant

Last Updated: 01:51 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, NDRFની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ

  • નવસારીમાં પૂર્ણા નદીના પાણી નવસારીમાં ઘૂસતા સ્થિતિ ગંભીર
  • શાંતાદેવી રોડ વિસ્તારમાં 5 હજાર લોકો અસરગ્રસ્ત
  • શહેરની તમામ સોસાયટીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું હતું. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારીની પુર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસતા ભારે તારાજી સર્જાઇ છે.  જેને લઈ શાંતાદેવી રોડ વિસ્તારની સ્થિતિ અતિ ગંભીર બની છે. આ સાથે શાંતાદેવી રોડ વિસ્તારમાં 5 હજાર લોકો અસરગ્રસ્ત બન્યા છે. વિગતો મુજબ શાંતા દેવી રોડ પર 7 ફૂટ અને શહેરના માર્ગો પર એક માળની ઉંચાઇ સુધી પાણી ભરાયા છે. 

કાવેરી નદીમાં ઘોડાપૂર બાદ NDRFની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ

નવસારીનીકાવેરી નદીમાં ઘોડાપૂર બાદ પૂર આવવાથી ચીખલીમાં કમરસમા પાણી ભરાયા છે. આ સાથે ચીખલીના નગી મોહલ્લા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ પોલીસ કર્મચારીએ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું છે. જેમાં ચીખલીના PSIએ 2 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાથે NDRFની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે. 

 

અસરગ્રસ્ત લોકો માટે રસોડું કર્યું તૈયાર

નવસારી શહેરના રામજી મંદિરમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. 10 હજારથી વધુ લોકો માટે બે ટાઇમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારથી જ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરાઇ છે. નવસારી શહેરનો 30 ટકા ભાગ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.  લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જેથી નવસારી પાલિકા અને NGOએ સાથે મળીને અસરગ્રસ્ત લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. બન્નેએ સાથે મળીને અસરગ્રસ્ત લોકો માટે રસોડું તૈયાર કર્યું છે. જેમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવશે.

 

મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ પૂર્ણા નદીના પાણી પણ શહેરમાં ઘૂસતા કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. રસ્તા પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂર્ણનદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા રહીશોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર થતા રિવરફ્રંટ પર પાણી ફરી વળ્યા છે.  આ ઉપરાંત ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થયા છે. કાવેરી નદી હાલ ભયજનક સપાટીથી 6 ફુટ ઉપર વહી રહી છે.  કેલીયા ડેમમાંથી સતત પાણી છોડાતા જળસપાટીમાં વધારો નોંધાયો છે.  

જનજીવન અસરગ્રસ્ત 

નવસારીમાં ફરી એકવાર ભારે વરસાદ થતા શહેરના મોટાભાગના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે પાલિકાએ શરૂ કરેલી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી છે. હાલ તો નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.  નવસારી શહેરમાં ધોધમાર વરસાદને પગલે  પૂર્ણા નદી ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે. નદીમાં વરસાદી નીર આવતા રાયચંદ રોડ, બંદર રોડ તથા શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. નદીનું જળસ્તર વધતા તંત્ર દોડતુ થયુ છે. આસપાસના રહેણાંક વાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.

નવસારીની નદીઓ બની ગાંડીતૂર

નવસારીના ઉનાઈ ગામમાં 3-3 ફૂટના પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદ થતા ઉનાઈ ગામમાં પાણી ભરાયા છે. વાંસદામાં ભારે વરસાદથી નદી-ચેકડેમોમાં પાણીની આવક થવા પામી છે. તો નવસારીમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર 26.50 ફૂટ પહોંચ્યુ છે જ્યારે  અંબિકા નદીનું જળસ્તર 27 ફૂટ પહોંચ્યુ તો  કાવેરી નદીનું જળસ્તર 23 ફૂટે પહોચ્યું છે. નદીઓની જળસપાટીમાં વધારો થતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ ધોધમાર વરસાદને પગલે નવસારીના વાંસદાના ઉપસડ ગામે ઘરોમાં પાણી ભરવાની શરૂઆત થઇ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઉપસડ ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા.  ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરીને પાણીમાં તરતી જોવા મળી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ