બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Nanapondha of Valsad's Kaprada, Nabira publicly cut the cake with a sword

વલસાડ / તલવારથી કેક કાપી, અડધી રાત્રે આતશબાજી કરી, જન્મદિવસમાં સીનસપાટા કરનાર અંબાચ ગામના યુવકની અટકાયત

Dinesh

Last Updated: 09:43 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

valsad news : વલસાડના કપરાડાના નાનાપોંઢામાં નબીરાએ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી, પોલીસે તલવારથી કેક કાપનાર યુવકની કરી અટકાયત

  • વલસાડમાં તલવારથી કેક કાપનાર યુવકની અટકાયત
  • જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવારથી કાપી હતી કેક
  • કપરાડાના નાનાપોંઢામાં જન્મદિવસની ઉજવણી કરી હતી


રાજ્યના વિવિધ સ્થળો પર છરા કે તલવાર વડે કેક કાપી બર્થડે પાર્ટી કરતાના અવાર નવાર વીડિયો વાયરલ થાય છે, ત્યારે વધુ એકવાર જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. વલસાડમાં તલવારથી કેક કાપનાર યુવકની પોલીસે અટકાયત કરી છે.

પોલીસે ભણાવ્યો પાઠ
યુવકે તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવારથી જાહેરમાં કેક કાપી હતી. કપરાડાના નાનાપોંઢામાં જાહેર સ્થળ પર યુવકે ભારે આતાશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હતી જે મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. એત્રે જણાવીએ કે, અંબાચ ગામના યુવકે નદી કિનારે જઈ કારના બોનેટ પર કેક મૂકી તલવારથી કાપી હતી. જે વીડિયો વાયરલ થતા નાનાપોંઢા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તલવારથી કેક કાપનાર યુવક તૃપલ પટેલની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ગાડી ઉપર કેક મુકી તલવાર વડે  કાપી
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસના ડર વિના જાહેરમાં ગાડી ઉપર કેક મુકી તલવાર વડે  કાપી બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી કરતા તેમજ શાંતિ ડોળવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ