બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Morbi he committed a bad act by luring a child to give him something
Mahadev Dave
Last Updated: 07:34 PM, 3 September 2023
ADVERTISEMENT
મોરબી પંથકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હળવદમાં એક બાળકને વસ્તુ આપવાની લાલચ આપીને નરાધમ સાથે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકે ઘરે મૂકી જવાનું કહેતા તે યુવાન તેને પાછો મૂકવા માટે જતો હતો. આ દરમિયાન રસ્તામાં બાળકને અવાવરું જગ્યાએ બાવળની જાળીમાં લઈ જઈને આરોપીએ તેનું સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
ADVERTISEMENT
હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી
બાદમાં બાળકને બેઠકના ભાગે દુખાવો થતાં તેને તેની માતાને આ બનાવની પ્રથમ જાણ કરી હતી. જેથી તેમની માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. ત્યારબાદ તે બાળકને પહેલા હળવદ અને પછી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો
જેને લઈને પોલીસે મોરબી આવીને ભોગ બનેલા બાળકના પરિવારજનની ફરિયાદ લઈને અક્ષય રમેશભાઈ કોળી નામના શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી. આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી અક્ષય રમેશભાઈ કોળીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.