બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Lachharas village of Narmada, up to 5 feet of water, the scenes will be stunned

મેઘસવારી / નર્મદાના લાછરસ ગામમાં 5 ફૂટ સુધી ભરાયા પાણી, દ્રશ્યો કે જોઈને થઈ જશો સ્તબ્ધ

Priyakant

Last Updated: 04:32 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદના કારણે નર્મદાના તારોપા ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ, નર્મદા જિલ્લાના લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું

  • નર્મદા જિલ્લાનું લાછરસ ગામ પાણીમાં ડૂબ્યુ
  • ગામમાં 5 ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું
  • સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા મોરચો સંભાળ્યો

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસવાના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે નર્મદાના તારોપા ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નર્મદા જિલ્લાના લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું છે. તંત્ર તરફથી કોઇ મદદ ન મળતા સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા મોરચો સંભાળ્યો છે. હાલ તો ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પડી છે.

લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું છે.  ભારે વરસાદને કારણે જનજીવનને પણ માઠી અસર પહોંચતા હવે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત 

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજપીપળાથી ડેડીયાપાડાનો રસ્તો પણ ધોવાઇ ગયો છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ડેડીયાપાડા સંપર્ક વિહોણું બન્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું જોવા મળી રહ્યું છે. પૂછપુરા ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વધતા જતા પાણીના પ્રવાહના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જણાવી દઇએ કે, તાલુકા અને જિલ્લા મથકે અવર-જવર માટેનો માત્ર એક જ રસ્તો છે.

 

ગરૂડેશ્વરમાં આવેલો 35 મીટર ઊંચો ડેમ ઓવરફ્લો

નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. જેના કારણે ગરૂડેશ્વરમાં આવેલો 35 મિટર ઊંચો ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નદીમાં પણ પૂર આવ્યું છે. સાથે 5 હજારની વસ્તી ધરાવતુ નઘાતપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  ગામમાં 400 મકાન અને 5000 લોકોની વસ્તી છે. આથી, કોઝવે પર પાણી ફરી વળતા ગામના લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે નાંદોદ તાલુકાના લાછરસ ગામે પણ મંદિરમાં પાણી ફરી વળ્યા છે. ગામ વચ્ચે તળાવ જેવી સ્થિતિ સર્જાઇ છે.

50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન

બીજી બાજુ નર્મદાના રાજપીપળાના ખારા ફરિયા અને દેવીપૂજક વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી, સાંસદ મનસુખ વસાવા અને પાલિકા પ્રમુખે આ વિસ્તારની મુલાકાત લઇ નુકસાનીનું નિરિક્ષણ કર્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ