બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Kishan murder case, police found bank details of Maulana Kamargi Usmani's organization

મોટો ખુલાસો / કિશન હત્યા કેસ મામલે સૌથી મોટા સમાચાર, મૌલાના કરમગી ઉસ્માનીના સંગઠનને લઈને પોલીસને જુઓ શું મળ્યા પુરાવા

Ronak

Last Updated: 02:03 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશન હત્યા કેસમાં પોલીસને મૌલાના કમરગી ઉસ્માનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી આવી. જેમા પોલીસને TFI સંગઠનના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ રૂપિયાનો વ્યવહાર મળી આવ્યો છે.

  • કિશન હત્યા કેસમાં થયો મોટો ખુલાસો 
  • મૌલાના કમરગી ઉસ્માનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી 
  • TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર

કિશન ભરવાડ હત્યા કેસને લઈને દિવસેને દિવસે હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુમાં આ કેસમાં નવો મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મૌલાના કમરગી ઉસમાનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી આવી છે. જાણીને આપને નવાઈ લાગશે કે મૌલાના કમરગી ઉસમાનીના બેંક એકાઉન્ટ માંથી 11 લાખના વ્યવહાર મલી આવ્યા છે. 

9 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો 

મોલાના કમરગી ઉસમાનીના સંગઠન TFIના બેંક એકાઉન્ટ માંથી 11 લાખના વ્યવહાર મળી આવ્યા છે. ત્યારે આ રૂપિયા ક્યાથી આવ્યા અને ક્યા ખર્ચાયા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. 11 લાખ રૂપિયામાંથી 9 લાખ રૂપિયાનો એકાઉન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. 

આરોપીઓના રિમાન્ડ હાથ ધરવામાં આવશે

જોકે સમગ્ર મામલે મૌલાના કમર ગનીના પર્સનલ એકાઉન્ટની માહિતી હજુ નથી મળી શકી. કમર ગની તેમજ અસીમ સમાના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે એટીએસ આ કેસ સંભાળી રહી છે. જેથી એટીએસની ટીમ દ્વારા આરોપીઓના વધું રિમાન્ડ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. 

રાજ્ય ભરના લોકોમાં રોષનો માહોલ 

ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ હત્યા કેસને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. જેથી આ કેસ એટીએસને સોપવામાં આવ્યો હતો. જોકે આ કેસમા ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આજે આરોપી મૌલાના કમરગની ઉસમાની અને આરોપી અસીમ સમાના રિમાન્ડ પૂર્ણ થશે જેથી તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યા તેમના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ