બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In Kerala, the court had to keep the child's name amid a fight between husband and wife

કેરળ / માતાએ કહ્યું બાળકનું નામ રહેશે પુણ્ય, પિતાને રાખવું હતું પદ્મ: બંને એટલું ઝઘડ્યા કે મામલો સીધો કોર્ટમાં, જાણો કઈ રીતે આવ્યું સમાધાન

Priyakant

Last Updated: 02:45 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala High Court News: કેરળમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈ વચ્ચે કોર્ટે બાળકનું નામ રાખવું પડ્યું, કોર્ટનું કહેવું છે કે, બાળકના કલ્યાણ માટે નામ રાખવું ખૂબ જ જરૂરી

  • ન્યાયની રક્ષા કરતા કરતાં કોર્ટ ભજવી રહી છે માતા-પિતાની ભૂમિકા 
  • કેરળમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈ વચ્ચે કોર્ટે બાળકનું નામ રાખવું પડ્યું
  • કેરળમાં બાળકનું નામ રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો
  • બંને વચ્ચે વિવાદ થયો અને કોર્ટે દરમિયાનગીરી કરવી પડી

Kerala High Court News : ન્યાયની રક્ષા કરતા કરતાં કોર્ટ માતા-પિતાની ભૂમિકા ભજવી રહી છે. વાત જાણે એમ છે કે, કેરળમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈ વચ્ચે કોર્ટે બાળકનું નામ રાખવું પડ્યું. કોર્ટનું કહેવું છે કે, બાળકના કલ્યાણ માટે નામ રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ વાત એ છે કે બાળકના નામકરણની પ્રક્રિયામાં કેરળ હાઇકોર્ટે માતા-પિતાની ભલામણ પણ સ્વીકારી છે.

શું છે સમગ્ર મામલો ? 
કેરળમાં બાળકનું નામ રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાળક ભણવા માટે તૈયાર હતો અને શાળાએ નામ વગર જન્મ પ્રમાણપત્ર સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો. હવે આ અંગે પત્નીએ નામ સૂચવ્યું અને બાળકના પિતા તરફથી સૂચન પણ આવ્યું. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે વિવાદ થયો અને કોર્ટે દરમિયાનગીરી કરવી પડી.

કોર્ટમાં શું થયું ? 
કેરળ હાઈકોર્ટે કહ્યું કે, માતા-પિતા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવામાં સમય લાગશે અને આ બાળક માટે સારું નથી. કોર્ટે બાળકનું નામ રાખવા માટે માતાપિતાના અધિકારનો ઉપયોગ કર્યો. કોર્ટે કહ્યું કે, આ અધિકારનો ઉપયોગ કરતી વખતે માતા-પિતાના અધિકારોને બદલે બાળકના કલ્યાણને સર્વોપરી રાખવામાં આવે છે. બેન્ચે કહ્યું, કોર્ટે બાળકનું નામ પસંદ કરવાનું રહેશે. નામ પસંદ કરતી વખતે બાળકના કલ્યાણ, સાંસ્કૃતિક વિચારો, માતા-પિતાના હિત જેવી બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. તેનો સૌથી મોટો ઉદ્દેશ્ય બાળકનું કલ્યાણ છે. આવી સ્થિતિમાં કોર્ટને પેરેન્સ પેટ્રિઆના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની ફરજ પડી છે.

માતાપિતા તરફથી વિવિધ સૂચનો
માતા બાળકનું નામ 'પુણ્ય નાયર' રાખવા માંગતી હતી. આ માટે તેણે રજિસ્ટ્રારનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ રજિસ્ટ્રારે બંનેના માતા-પિતાની હાજરીની માગણી કરી હતી. હવે અલગ થયેલા માતા-પિતા આ મુદ્દે સર્વસંમતિ સુધી પહોંચી શક્યા નથી. અહીં પિતાની ઈચ્છા હતી કે બાળકનું નામ 'પદ્મ નાયર' રાખવામાં આવે. અહીં અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે બાળકનું નામ 'પુણ્ય બાલગંગાધરન નાયર' અથવા 'પુણ્ય બી નાયર' રાખવાનું નક્કી કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ