બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, Meghraja assumed the form of Rudra, see video
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. ખાસ કરીને નવસારી અને જૂનાગઢમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા બંને શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢવાસીઓ હચમચી ગયા હતા.
પોલીસે જીવના જોખમે જઇને વૃદ્ધને બચાવ્યા
ADVERTISEMENT
શહેરના રસ્તા પર જાણને નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ પોલીસ સ્ટાફે સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવી હતી. કેટલાક સ્થળે પાણીમાં ફસાયેલાઓને રેસ્ક્યૂ કરી પોલીસ દ્વારા સમયસર મદદ કરવામાં આવી હતી. ગઇકાલે જૂનાગઢ જિલ્લાભરની પોલીસ સતત દોડતી રહી હતી. તો પાણીમાં તણાયેલા વૃદ્ધને પણ પોલીસે જીવના જોખમે બચાવી લીધા હતા. પોલીસની સમયસરની સરાહનીય કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઇ છે.
ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લાના વાડલા ફાટક પાસે પાણી ભરાતા પોલીસ દ્વારા માતાજીની મૂર્તિ સાથે લોકોનું કર્યું રેસ્ક્યૂ
ADVERTISEMENT
જૂનાગઢમાં કાળવા નદીના પૂરના પાણીએ કિનારા તોડ્યા, ખેતરોની ફરતે દિવાલ તોડી પાણી ઘૂસ્યાનો LIVE વીડિયો
ADVERTISEMENT
જૂનાગઢમાં ભારે વરસાદમાં ટાયરની જાણે ટ્રેન ઉપડી, જુઓ પાણીમાં ટાયરોના ઢગલા તણાયાનો વીડિયો
ADVERTISEMENT
જૂનાગઢમાં મેઘતાંડવ બાદ પરિસ્થિતિ ગંભીર, પાણીના રસ્તામાં જે આવ્યું બધુ તણાઇ ગયું
જૂનાગઢમાં જળતાંડવ: પાણીના પ્રવાહમાં ભેંસો તણાઇ, હૈયું હચમચાવી મૂકે તેવા દ્રશ્યો
એ બાપા તણાઇ ગયા... ગાડી જતી રહી... જૂનાગઢના ધબકારા વધારી દે તેવા દ્રશ્યો
જૂનાગઢની સોસાયટીઓમાં તણાઇને આવેલી ગાડીઓના થપ્પા, પરિસ્થિતિ થઈ ગંભીર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.