બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Jamka village of Amreli, students are forced to study in an ashram

અમરેલી / માત્ર સુફિયાણી વાતો: 2016માં શાળામાં નવા બિલ્ડિંગને મંજૂરી, 2023માં પણ કામ ઝીરો, જામકા ગામની હૈયા વરાળ

Dinesh

Last Updated: 05:30 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે, 7 વર્ષ બાદ પણ શાળાનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે

  • અમરેલીના જામકા ગામે વિદ્યાર્થીઓ આશ્રમમાં ભણવા મજબૂર
  • શાળાનું મકાન ન હોવાથી વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી
  • વિદ્યાર્થીઓ વરસાદી સિઝનમાં શિવ મંદિરના આશ્રમમાં ભણે છે


ગાંધીના ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા સ્લોગનો સામે એક એવી શાળા કે જે સરકાર દ્વારા મંજૂર કર્યા ના 7 વર્ષ વીતી ગયા બાદ પણ 230 જેટલા વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજીના મંદિરના આશ્રમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે.

આશ્રમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર
અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા જામકા ગામમાં ધોરણ 9થી 12 માટે હાઈસ્કૂલ બનાવવા માટે વર્ષ 2016માં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2017થી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે 7 વર્ષ બાદ પણ શાળાનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ શાળાના અભાવે આશ્રમમાં ભણી રહ્યાં છે. વાલીઓ અને સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે અને વહેલીતકે શાળાનું બિલ્ડીંગ બનાવવા માગ કરી રહ્યાં છે.

શાળાનું બિલ્ડીંગ બનાવવા માગ
સાત સાત વર્ષથી સરકારી તંત્ર હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ નથી કરી શકી અને જિલ્લા શિક્ષણાધિકારી કે. વી. મિયાણી દ્વારા પ્રાથમિક શાળામાં બેસાડીએ છીએ ને બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલુ હોવાની વાત પણ જણાવી હતી. એક તરફ ભણશે ગુજરાત ખેલેશે ગુજરાતની વાતો વચ્ચે જામકાના 230 જેટલા વિદ્યાર્થીઓને આશ્રમમાં બેસીને અભ્યાસ કરવો પડતો હોય તે શિક્ષણ વિભાગ માટે કેટલુ યોગ્ય કહેવાય.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ