બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In Botad, a young man tried to commit suicide due to the torture of Bhuwa

બચીને રહેજો / બોટાદમાં ભૂવાથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, તાંત્રિક વિધિના નામે રૂ. 10 લાખ પડાવતા ભર્યું પગલું

Vishal Khamar

Last Updated: 06:33 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ ખાતે રહેતા યુવકે ભૂવાનાં ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ અંગેની જાણ આજુબાજુનાં લોકોને થતા યુવકને તાત્કાલિક બોટાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે બોટાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • બોટાદના યુવકે ભૂવાના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
  • આપઘાત કરતા પહેલાનો યુવકનો વીડિયો આવ્યો સામે 
  • ઝેરી દવા પીધા બાદ યુવક જમીન પર ઢળી પડ્યો 

 બોટાદનાં ખોડિયાનગર ખાતે રહેતા યુવકને છેલ્લા ઘણા સમયથી ભૂવો માનસિક ત્રાસ આપતો હતો. ભૂવાથી કંટાળી યુવકે આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ યુવક  ઢળી પડ્યો હતો. આ અંગેની જાણ  આજુબાજુનાં લોકોને થતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે બોટાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ મામલે બોટાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભૂવો યુવક પાસે સતત પૈસા માંગતો હોઈ યુવકે ઝેરી દવા ગટગટાવી
યુવકનાં લગ્ન ન થતા હોઈ યુવક લગ્ન થાય તેની વિધિ કરાવવા માટે ભૂવા પાસે ગયો હતો. બેલા ગામનાં પરષોત્તમ વાંઝડીયા નામનાં ભૂવા પર યુવકે આરોપ મુક્યો છે કે, ભૂવાએ તાંત્રિક વિધિના નામે યુવક પાસેથી રૂપિયા 10 લાખ પડાવ્યા હતા. ભૂવો યુવક પાસે વધુ પૈસાની માંગણી કરી યુવકને સતત માનસિક ત્રાસ આપતો હતો. જેથી યુવકે કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

ભૂવો મરેલા માણસનાં નામે પણ પૈસા પડાવે છેઃ યુવક

આ બાબતે યુવકે જણાવ્યું હતું કે,  મેં ભૂવાનાં ત્રાસનાં કારણે ઝેરી દવા પીધી હતી. ભૂવો છેલ્લા 9 વર્ષથી મને માનસિક ત્રાસ આપી મારી પાસેથી 10 થી 11 લાખ રૂપિયા લઈ ગયો છે. તેમજ એક સોનાની બુટ્ટી તેમજ એક સોનાનો દોરો પણ લઈ ગયા છે.  ભૂવાનાં ત્રાસથી આખરે મેં દવા પીધી છે.  પહેલા એ લોકો આવીને કહેતા હતા કે સમાધાન કરવું છે. પરંતું તેઓ આવ્ય નહી એટલે માારે આપઘાતનો પ્રયત્ન કરવો પડ્યો. તેમજ મારી પાસે એનાં તમામ સબુત છે.  ભૂવો મરેલા માણસનાં નામે પણ પૈસા પડાવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ