બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / In Aligarh, PM Modi patted the back of the yogi government, saying there was a mafia rule in UP at one time and today

વખાણ / અલીગઢમાં PM મોદીએ યોગી સરકારની પીઠ થાબડી, કહ્યું UPમાં એક સમયે માફિયા રાજ હતુ અને આજે...

ParthB

Last Updated: 03:00 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ અલીગઢમાં પોતાનો નાનપણનો કિસ્સો સંભળાવ્યો, તેમણે કહ્યું કે, અલીગઢના એક તાળા વાળા તેમના પિતાના મિત્ર હતાં.

  • વડાપ્રધાનને અલીગઢમાં નાનાપણની સ્મૃતિઓ વાગોળી 
  • બાળપણમાં સીતાપુર અને અલીગઢનું  નામ સાંભળ્યું હતું
  • રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી 97.27 એકર જમીન પર બનાવાશે.

પહેલા ગુંડાઓના ડરથી લોકો ઘર છોડી દેતાં હતાં,આજે તેઓ જેલમાં છે   

પીએમ મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્વ પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સીએમ યોગી સરકારના ખુબ વખાણ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ઉત્તર પ્રદેશમાં માત્ર ડરનો માહોલ હતો. લોકો પોતાના ઘર પણ છોડી દીધા હતાં. આજે માફિયા અને તમામ અપરાધીઓ જેલના સળીયા પાછળ છે. પ્રધાનમંત્રીએ ડિફેન્સ કોરીડોર નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પહેલા અલીગઢના તાળા ઘર અને દુકાનની રક્ષા કરતાં હતાં. પરંતુ હવે 21મી સદીના અલીગઢમાં બનવા વાળા હથિાયાર દેશની રક્ષા કરશે  

વડાપ્રધાનને નાનાપણની સ્મૃતિઓ વાગોળી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે જનતાને સંબોધતા તેમણે અલીગઢના એક મુસ્લિમ સેલ્સમેનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે તેમના પિતાના મિત્ર હતા.અલીગઢમાં તેમના નાનપણની વાતો વર્ણવતા કહ્યું કે, અલીગઢથી મુસ્લિમ સેલ્સમેન દર ત્રણ મહિને અમારા ગામમાં આવતા હતા. મને હજુ પણ યાદ છે કે તે કાળા જેકેટ પહેરીને આવતા હતા. સેલ્સમેન હોવાથી તે દર ત્રણ મહિને આવતો હતો. તે મારા પિતા સાથે સારા મિત્રો હતા. મારા પિતા તેના પૈસા સંભાળતા હતા. પછી જ્યારે તે ગામ છોડતો ત્યારે તે તેના પૈસા લેતો હતો.

બાળપણમાં સીતાપુર અને અલીગઢનું  નામ સાંભળ્યું હતું

પીએમ મોદીએ કહ્યું, 'મેં મારા બાળપણમાં જ સીતાપુર અને અલીગઢનું નામ સાંભળ્યું હતું. જો કોઈને આંખને લગતી બિમારી હોય  તો લોકો કહેતા કે સારવાર માટે સીતાપુર જાવ.તે જ સમયે, પિતાના મિત્ર ના કારણે અલીગઢનું નામ સાંભળ્યું હતું. મોદીએ કહ્યું કે અત્યાર સુધી લોકો પોતાના મકાનો અને દુકાનોની સુરક્ષા માટે અલીગઢના તાળાઓ પર આધાર રાખતા હતા. હવે અલીગઢના શસ્ત્રો દેશની સરહદોનું રક્ષણ કરશે. અહીં પીએમ મોદી ડિફેન્સ કોરિડોરનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના માટે તેમણે શિલાન્યાસ કર્યો હતો.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી 97.27 એકર જમીન પર બનાવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અલીગઢ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના મોડેલનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ સિવાય ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી 97.27 એકર જમીન પર બનાવવામાં આવશે. તેનો પ્લાન પણ બહાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, પ્રથમ હપ્તા તરીકે 10 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2023 સુધીમાં બે વર્ષમાં પૂર્ણ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ