બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad a 13 year old girl was killed for speaking in public

અમદાવાદ / 13 વર્ષની કિશોરી સામે જાહેરમાં વાત કરી તો મળ્યું મોત, વટવામાં ખેલાયો ખૂની ખેલ, યુવકને તેના ભાઈની નજર સામે જ રહેંસી નાખ્યો

Kishor

Last Updated: 08:48 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવક તેની સામે રહેતી 13 વર્ષની કિશોરી સાથે જાહેરમાં વાતચીત કરતો હતો. જેને લઈને કિશોરીના પિતાએ આડેધડ છરીના ઘા ઝીંકી  યુવકને રહેંસી નાખતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે.

  • અમદાવાદમાં હત્યાની ચોંકાવનારી ઘટના
  • કિશોરી સાથે જાહેરમાં વાતચીત કરતા યુવકની હત્યા
  • કિશોરીના પિતાએ આડેધડ છરીના ઘા ઝીંકી  યુવકને રહેંસી નાખ્યો

અમદાવાદના ચાંદખેડા અને ઇસનપુરમાં થયેલી હત્યા બાદ ગઇ કાલે મોડી રાતે વટવા વિસ્તારમાં ૧૯ વર્ષના યુવકની તેના જ ભાઇની સામે ઘાતકી હત્યા કરાતાં સનસનાટી વ્યાપી ગઇ છે. યુવક તેની સામે રહેતી ૧૩ વર્ષની કિશોરી સાથે નવરાત્રિના સમયે જાહેરમાં ઊભો રહીને વાત કરતો હતો. જે વાત કિશોરીના પિતાને ખટકી હતી અને કિશોરીના પિતાએ :તું મારી દીકરી સાથે કેમ વાત કરે છે તેમ કહીને' યુવકની તેના ભાઇની સામે જ હત્યા નાખી હતી. 

ભાભીને તાબે કરવા વિકૃત દિયરે હદ વટાવી, અડપલા કરતો અને ઘરમાં ઘૂસી.., ફરિયાદ  થતાં વટવા પોલીસે દબોચ્યો | A woman living in Vatwa filed a police complaint  alleging that he was ...

હર્ષદ છેલ્લા ઘણા સમયથી કિન્નર બની ગયો

હત્યાની વિગત એવી છે કે ખોખરા વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા અક્ષય ઉર્ફે ટેમ્પા મકવાણાએ વટવા પોલીસ સ્ટેશનમાં દિલીપ પરમાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. અક્ષયના પિતાનું પાંચ વર્ષ પહેલાં મોત થયું હતું. જ્યારે તેની માતા ક્યાં રહે છે તેની કોઇને ખબર નથી. અક્ષયના બીજા ત્રણ ભાઇ છે. જેમાંથી એક હર્ષદ ઉર્ફે જાનકી માસી, અશ્વિન અને ૧૯ વર્ષનો સાગર. હર્ષદ ઉર્ફે જાનકી માસી અને સાગર વટવા વિસ્તારમાં આવેલા કુશાભાઉ ઠાકરેનગર પાસે આવેલા ચાર માળિયામાં રહે છે. હર્ષદ છેલ્લા ઘણા સમયથી કિન્નર બની ગયો હોવાથી તે પોતાનું નામ જાનકી માસી લખાવે છે. 

In Ramol area a young man killed himself on the advice of an old man

તબીબોએ તેને મૃત જાહેર કર્યો
ગઇ કાલે અક્ષય પોતાના ઘરે હતો ત્યારે હર્ષદ ઉર્ફે જાનકી માસીનો તેના ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કુશાભાવ ઠાકરેનગર ચાર માળિયામાં રહેતા દિલીપ પરમારે આપણા ઘરે આવી સાગરના શરીર પર જુદી જુદી જગ્યાએ છરીના ઘા માર્યા છે. જેથી તું તાત્કાલીક એલ.જી.હોસ્પિટલ આવી જા. હર્ષદ ઇજાગ્રસ્ત સાગરને રિક્ષામાં બેસાડીને એલ.જી. હોસ્પિટલ લાવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

સાગરને ઠપકો આપીને ઘરે જવાનું કહ્યું હતું
વટવા પોલીસને હત્યાની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે આવી ગઈ હતી અને સાગરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી જ્યારે અક્ષયની ફરિયાદના આધારે દિલીપ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હર્ષદ જે બ્લોકમાં રહે છે તેના સામેના બ્લોકમાં દિલીપ પરમાર તેના પરિવાર સાથે રહે છે. સાગરને દિલીપ પરમારની ૧૩ વર્ષની દીકરી સાથે છેલ્લા ચાર મહિનાથી ફ્રેન્ડશિપ હતી. ૨૩ તારીખના રોજ જ્યારે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે દિલીપની દીકરી અને સાગર જાહેરમાં ઊભા ઊભા વાતો કરતાં હતાં. હર્ષદ ત્યાંથી પસાર થયો હતો અને સાગરને ઠપકો આપીને ઘરે જવાનું કહ્યું હતું જ્યારે દિલીપની દીકરીને પણ તેના ઘરે જવાનું કહ્યું હતું.


હર્ષદે દિલીપ પરમારને જઇને કહ્યું હતું કે તમારી દીકરી જાહેરમાં મારા ભાઇ સાગર સાથે વાતો કરે છે. જેથી તેને સમજાવી દેજો. આ ઘટનાની અદાવત રાખીને દિલીપ છેલ્લા ઘણા સમયથી સાગર પર હુમલો કરવાની ફિરાકમાં હતો. જેનો ઇરાદો પાર પડી ગયો હતો. ગઇ કાલે રાતે ઘરેથી બહાર જવા માટે સાગર અને હર્ષદ સીડીઓ ઊતરી રહ્યા હતા ત્યારે દિલીપ પરમાર હાથમાં છરી લઇને આવ્યો હતો. દિલીપ સાગરને જોતાં કહેવા લાગ્યો હતો કે તું મારી દીકરી સાથે કેમ વાત કરે છે. દિલીપના હાથમાં છરી જોઇને સાગર જીવ બચાવવા માટે ભાગ્યો હતો. 

હત્યાની ઘટનાઓ સામે આવતાં ચકચાર
દિલીપ જ્યારે છરી લઇને દોડ્યો ત્યારે સાગર જીવ બચાવવા માટે તમામ ઘરના દરવાજા ખખડાવવા લાગ્યો હતો પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો નહીં જેથી દિલીપે તેને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે હર્ષદે બૂમાબૂમ કરી ત્યારે લોકોએ દરવાજો ખોલ્યો હતો. હર્ષદે ભાઇને લોહીલુહાણ હાલતમાં જોઇને બૂમાબૂમ કરવા લાગ્યો હતો જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે દિલીપ છરી લઇને નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત સાગરને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વટવા પોલીસે દિલીપ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. શહેરમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ હત્યાની ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ