બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / In a village in Israel, the bodies of 40 children were found, with their heads cut off

Israel Hamas War / ઈઝરાયલના એક ગામમાં 40 બાળકોના મૃતદેહ મળ્યા, માથા કાપી નંખાયાં...: હમાસના આતંકીઓએ કરેલ નરસંહાર જાણીને હૈયું ચિરાઈ જશે

Priyakant

Last Updated: 02:42 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: હમાસના આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને અપહરણ કર્યું, અનેક માતા-પિતાને બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી

  • IDFને ઇઝરાયેલના વિસ્તાર કાફ્ર અઝા કિબુત્ઝમાં 40 બાળકોના મૃતદેહ મળ્યા 
  • કેટલાક લોકોના માથા પણ કાપી નાખવામાં આવ્યા 
  • માતા-પિતાને ઘણા બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી

Israel Hamas War : ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) ને ઇઝરાયેલના વિસ્તાર કાફ્ર અઝા કિબુત્ઝમાં 40 બાળકોના મૃતદેહ મળ્યા છે. જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કેટલાક લોકોના માથા પણ કાપી નાખવામાં આવ્યા હતા. હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં તેઓએ ઈઝરાયેલ તરફ 5000 રોકેટ છોડ્યા હતા અને સરહદની અંદર ઘૂસણખોરી કરી હતી. હમાસના આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને તેમનું અપહરણ કર્યું હતું. તેમના માતા-પિતાને ઘણા બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી હતી અને હવે તે જગ્યાએથી 40 બાળકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.

IDF એ હમાસના આતંકવાદીઓ દ્વારા નાશ પામેલા કેફાર અઝાના વિસ્તારોમાં વિદેશી પ્રેસને પ્રવેશની મંજૂરી આપી હતી. સ્થળ પર હાજર એક ખાનગી મીડિયાના પત્રકારે વિસ્તારનો સર્વે કર્યો હતો. પત્રકારે કહ્યું, અહીં કેટલાક સૈનિકો સાથે વાત કર્યા પછી તેઓએ કહ્યું કે, જ્યારે તેઓ આ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓએ જે જોયું તે હૃદયને હચમચાવી નાખે તેવું હતું. સૈનિકોએ કહ્યું કે, ત્યાં બાળકોના મૃતદેહ હતા જેમના માથા કપાયેલા હતા અને તેમના પરિવારને ગોળી મારી દેવામાં આવી હતી. 

1600 લોકોના મોત
અહેવાલ મુજબ સૈનિકાએ કહ્યું કે, તેણે અહીં એવી વસ્તુઓ જોઈ જે તેણે તેના જીવનમાં ક્યારેય જોઈ ન હતી. તેમણે કહ્યું કે આ એવી વસ્તુ છે જેની યુરોપમાં યહૂદીઓના નરસંહારથી કલ્પના કરી શકાય છે. તાજેતરના આંકડાઓ અનુસાર, બંને પક્ષોમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1600 લોકોના મોત થયા છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર હમાસ અને અન્ય ઉગ્રવાદી જૂથોએ ગાઝામાં 150 થી વધુ સૈનિકો અને નાગરિકોને બંધક બનાવ્યા છે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં મૃત્યુઆંક વધીને 1,000થી વધુ થઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ