બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / imps fund transfer upto 5 lakh only with bank account

તમારા કામનું / હવેથી IMPSથી પૈસા મોકલવામાં નહીં પડે કોઇ મુશ્કેલી, બેંક શરૂ કરવા જઇ રહી છે આ સર્વિસ, પળભરમાં 5 લાખ ટ્રાન્સફર

Arohi

Last Updated: 02:11 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Transfer: IMPS દ્વારા પૈસા મોકલવા માટે તમારે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ આપવાનો હોય છે. અથવા તો રિસીવરના MMIDની જરૂર પડે છે.

  • IMPS દ્વારા મોકલી શકાશે 5 લાખ રૂપિયા
  • આ સર્વિસ 24/7 કરે છે કામ 
  • IMPS આપી રહ્યું છે ખાસ સર્વિસ 

IMPSનો ઉપયોગ કરી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલનાર લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તમે હવે જલ્દી જ ફક્ત ફોન નંબર અને એકાઉન્ટ નંબર નાખીને જ IMPSથી ટ્રાન્સફર કરી શકો છો. અત્યાર સુધી તેના દ્વારા પૈસા મોકલવા માટે એકાઉન્ટ નંબરની સાથે બેંકનું નામ અને IFSC કોડ આપવો જરૂરી હતો. IMPS દ્વારા તમે 5 લાખ રૂપિયા તરત બીજા કોઈ પણ એકાઉન્ટમાં નાખી શકો છો. 

રિયલ ટાઈમ પેમેન્ટ સેવા 
આ એક રિયલ ટાઈમ પેમેન્ટ સેવા છે જે 24/7 કલાક અને સાતો દિવસ કામ કરે છે. આ સેવા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેના દ્વારા તમે તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. IMPS દ્વારા 2 પ્રકારના પેમેન્ટ કરવામાં આવે છે.  

પહેલુ વ્યક્તિના એકાઉન્ટથી. તેમાં તમને રિસીવરનો એકાઉન્ટ નંબર અને બેંકનું નામ અને આઈએફએસસી કોડ આપવાનો હોય છે. બીજી રીત એ છે કે તમને રિસીવરના મોબાઈલ નંબર અને મોબાઈલ મની આઈડેંટિફાયર આપવાનું હોય છે. MMID બેંક દ્વારા જાહેર 7 અંકોની સંખ્યા હોય છે જે મોબાઈલ બેંકિંગના એક્સેસ માટે આપવામાં આવે છે. 

વેલિડેશન પણ જોડવામાં આવશે 
રિપોર્ટ અનુસાર IMPS સેવામાં બેનિફિશિયરી વેલિડેશન સર્વિસ પણ જોડવામાં આવશે. તેનાથી પૈસા મોકલનાર એ જોઈ શકશે કે તે પૈસા મોકલી રહ્યા છે તે એકાઉન્ટ નંબર યોગ્ય છે કે નહીં. તેના માટે બેંકના રેકોર્ડ્સનો સહારો લેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ