બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Important statement of former CM Vijay Rupani regarding Naresh Patel's entry into politics

કઈ બાજુ? / નરેશ પટેલ રાજકીય રંગથી ક્યારે રંગાશે? પૂર્વ સીએમ રૂપાણીનું સૂચક નિવેદન, કહ્યું 'મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી..'

Vishnu

Last Updated: 10:52 AM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હું માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે- રૂપાણી

  • નરેશ પટેલનુ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે વિજય રૂપાણીનુ નિવેદન 
  • 'મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી'

નરેશભાઇ ભાજપ સાથે રહેશે તેવો આશાવાદ: પૂર્વ સીએમ વિજય રૂપાણી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાણને લઈ  મામલો ગરમાયો છે. ત્યારે નરેશ પટેલનુ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે  નરેશ પટેલને જ પુછવુ પડશે કારણ કે તે તેમનો અંગત નિર્ણય હશે. મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી, હુ માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે

રાજકારણ કરતાં ખોડલધામનુ સ્તર ઉંચુ: કોંગ્રેસ નેતા મનહર પટેલ
ખોડલધામના નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ મામલો ચર્ચામાં ત્યારે વધુ એક કોંગ્રેસ નેતા મનહર પટેલે પટેલ સમાજના મોભીઓના નામે પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે રાજકારણ કરતા ખોડલધામનુ સ્તર ઉંચુ છે. પાટીદાર સમાજના રાજકીય સ્તર નીચુ ગયુ તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે. ગુજરાતમાં પટેલ સમાજ અનેક પડતર પ્રશ્નોથી પીડાય છે. આગેવાનોના બળથી મેળવેલ સત્તા સમાજને પરેશાની આપે છે તેવી સમજાવટ પણ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે સત્તામાં બેઠેલા સમાજના નેતાઓ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ પણ તે નિષ્ફળ રહ્યા છે, સમાજના મોભીઓ સરકારના સમર્થન હોય તો તેમના માટે કલંક છે.  નરેશ પટેલ રાજનીતિમાં આગળ આવે તે અનિવાર્ય છે. રાજકારણમાં આવતા રોકતા મોભીઓ સલાહ દે તે ઠીક નથી તેમણે ડર લાગી રહ્યો છે. 

નરેશ પટેલે હોળી બાદ રાજકીય પ્રવેશ અંગે ખબર પડશે  તેવું  નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે,  રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ  નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું.  ભાજપના લોકો આવશે તેની મને ખબર નથી. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે. 

નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? : સંઘાણી
નરેશ પટેલ રાજકરણમાં જોડાવા અંગે ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેઓ વારંવાર સમાજ કહેશે તો રાજકરણમાં આવશે એવી વાતો કરી રહ્યા છે. આ વાતોને લઇને આજે ઇફ્કોના વાઇસચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિલીપ સંઘાણીએ નરેશ પટેલને કેટલાંક સવાલો કર્યા હતાં જેમાં મુખ્ય સવાલ એ હતો કે સમાજ કહેશે, તો સમાજની વ્યાખ્યા શું ? નરેશ પટેલે પણ 2 દિવસ પહેલાં પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ હજુ પણ સમાજ કહેશે તો રાજકરણમાં આવીશ એવી વાતો કરી રહ્યા છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકરણ કરવા માટે સમાજ હાથો કેમ?

નરેશ પટેલ પર દિલીપ સંઘાણીએ આપેલા નિવેદન પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે.તેઓ માત્ર પાટીદાર સમાજના નહી સમગ્ર સમુદાયના નેતા છે. રાજનીતિમાં કોને આવવું કોને ન આવવું કઈ પાર્ટીમાં જવુ કે કઈ પાર્ટીમાં ન જવું તેઓનો વ્યક્તિગત નિર્ણય છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, દિલીપભાઈ સાંઘણી જે નિવેદન આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમાજને દ્રોહ કરતું નિવેદન છે. નરેશભાઈને કઈ પાર્ટીમાં જોડાવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે દિલીપ સંઘાણી જણાવ્યું હતું કે, સમાજના નામે રાજકારણ બંધ કરવું જોઈએ

દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું-કથીરીયા
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવા મામલે વાતાવરણ ગરમાયું ચૂક્યું છે ત્યારે દિલીપ સંઘાણીના નિવેદન સામે અલ્પેશ કથીરીયા સામે વળતો જવાબ આપતા કહ્યું છે કે દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું છે પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે નહી કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ પર..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ