બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Important meeting of PM Modi with NDA MPs today

મિશન 2024 / NDAના સાંસદો સાથે આજે PM મોદીની મહત્વની બેઠક, લોકસભા ચૂંટણીની આગામી રણનીતિ પર કરાશે ચર્ચા

Priyakant

Last Updated: 09:26 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NDA MPs Meeting News: પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર NDAના સાંસદોના કુલ 11 જૂથો બનાવવામાં આવ્યા છે. એક દિવસમાં બે ગ્રુપ મીટીંગ યોજાશે

  • લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો હરકતમાં
  • આજે PM મોદી NDAના સાંસદોને મળી શકે 
  • આગામી ચૂંટણીના સંબંધમાં જીતનો મંત્ર આપી શકે છે મોદી 

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ તરફ આજે PM મોદી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને મળી શકે છે અને તેમને આગામી ચૂંટણીના સંબંધમાં જીતનો મંત્ર આપી શકે છે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. NDA સાંસદોની બેઠકનો કાર્યક્રમ 11 દિવસનો છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર 2024ની લોકસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે 31 જુલાઈથી 10 ઓગસ્ટની વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળના તમામ NDA સાંસદોની અલગ-અલગ જૂથોમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર NDAના સાંસદોના કુલ 11 જૂથો બનાવવામાં આવ્યા છે. એક દિવસમાં બે ગ્રુપ મીટીંગ યોજાવાની છે. પ્રથમ બેઠક ઉત્તર પ્રદેશના સાંસદો સાથે સાંજે 6:30 વાગ્યાથી શરૂ થશે. બીજી મીટીંગ 7:30 થી થશે. 

NDA સાંસદોની પ્રથમ અને બીજી બેઠકનો સમયપત્રક
પશ્ચિમ, બ્રજ, કાનપુર અને બુંદેલખંડ પ્રદેશોના સાંસદો સાથે દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં સાંજે 6:30 વાગ્યે પ્રથમ બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી નેતા સંજીવ બાલિયાન અને બીએલ વર્મા હાજર રહેશે.

સૂત્રોએ જણાવ્યું કે બંને બેઠકની જગ્યા અલગ-અલગ હશે. PM મોદી દરેક જૂથની બેઠકમાં ચોક્કસ હાજરી આપશે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સાંસદો બીજી બેઠકમાં ભાગ લેશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, શાંતનુ ઠાકુર, ભાજપના નેતાઓ બૈજયંત પાંડા અને દિલીપ ઘોષ વગેરે હાજર રહેશે. બીજી બેઠક સાંજે 7.30 વાગ્યાથી સંસદ ભવનમાં યોજાશે. 

2024ના લોકસભાની તૈયારી
2024માં લોકસભા ચૂંટણીને આડે લગભગ 10 મહિના બાકી છે. તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. એટલા માટે આ બેઠકો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, અમિત શાહ અને રાજનાથ સિંહની સાથે ભાજપના વડા જેપી નડ્ડાને NDA નેતાઓ સાથે સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ