બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Impact of election results on tomorrow's share market Know the record of last 20 years

ઇતિહાસ / આવતીકાલના શેર માર્કેટ પર કેવી હશે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામની અસર? જાણો છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ

Megha

Last Updated: 03:25 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે, આવતીકાલે શેરબજારની શરૂઆત કેવી રહેશે? ઇતિહાસ પર નજર કરીએ તો ચૂંટણી પછી બજારે મિશ્ર વલણ અપનાવ્યું છે.

  • વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતે જીતી રહી છે
  • પરિણામ બાદ સોમવારે શેરબજારની શરૂઆત કેવી રહેશે? 
  • ઇતિહાસ પર નજર કરીએ તો ચૂંટણી પછી બજારે મિશ્ર વલણ અપનાવ્યું છે

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતે જીતી રહી છે. હાલ ચાર રાજ્યોના પરિણામો આવ્યા છે જેમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં આવતા પાંચ વર્ષ માટે ભાજપ સરકાર રહેશે. હવે દેશની અંદર બનતી આવી મોટી ઘટનાઓ પર શેરબજાર ચોક્કસપણે પ્રતિક્રિયા આપે છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આવનારો સમય બજાર માટે મજબૂત રહેવાનો છે, પરંતુ આવતીકાલ એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત કેવી રહેશે? 

Topic | VTV Gujarati

આવતીકાલે શેરબજાર ઊંચે જશે, સ્થિર રહેશે કે ઘટશે? શું થશે એ નિશ્ચિતપણે કહી શકાય નહીં પરંતુ ઇતિહાસ પર નજર કરીએ તો ચૂંટણી પછી બજારે મિશ્ર વલણ અપનાવ્યું છે. 

વર્ષ 2018 માં ચૂંટણી પછી કેવું રહ્યું હતું શેરબજાર 
છેલ્લે 2018માં આ જ રાજ્યોમાં જ ચૂંટણી યોજાઈ હતી અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. આ ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહ્યો હતો. કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહુમતી સાથે સરકાર બનાવી હતી. BRS એ તેલંગાણામાં સરકાર બનાવી અને મિઝોરમ નેશનલ ફ્રન્ટ (MNF) એ મિઝોરમમાં સરકાર બનાવી.  ભાજપની હારને કારણે સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટનો પ્રારંભિક ઘટાડો થયો હતો. જો કે, દિવસના અંત સુધીમાં લગભગ 190 પોઈન્ટ ઉછળીને રૂ. 35,150 પર બંધ થયું હતું. 

2013 માં ચૂંટણી પછી કેવું રહ્યું હતું શેરબજાર 
2013 સુધી તેલંગાણાની રચના થઈ ન હતી. તે સમયે દિલ્હીમાં અન્ય ચાર રાજ્યોની સાથે ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ 8મી ડિસેમ્બરે આવ્યું હતું. એ સમયે પરિણામ આવ્યું અને ત્રણ મોટા રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બની હતી. બીજા દિવસે 9 ડિસેમ્બરના રોજ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છો તો આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન,  નહીં તો થઈ શકે છે મોટું નુકસાન | If you are investing money in the share  market, pay

2008ની વિધાનસભા ચૂંટણી પછી.. 
આ ચૂંટણીને 2009ની સેમિફાઇનલ ગણવામાં આવી હતી. દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ હતી. 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકારનું પુનરાવર્તન થયું, જ્યારે કોંગ્રેસે દિલ્હી અને મિઝોરમમાં પુનરાગમન કર્યું. રાજસ્થાનમાં પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું હતું. આ દિવસે સેન્સેક્સમાં 2.20 ટકાનો વધારો નોંધાયો હતો.

2003 માં બજાર કેવું હતું
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણેય રાજ્યોમાં ભાજપે જીત મેળવી હતી. જોકે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. આ દિવસે સેન્સેક્સ 0.08 ટકા વધીને બંધ થયો હતો. 

હવે આવતીકાલે શું સંભાવના છે? જાણો 
આવતીકાલે શું થશે તેના વિશે કોઈ કહી શકતું નથી પરંતુ  બહુમતી સાથે રાજ્ય સરકારો રચાઈ રહી છે તેની સ્થિતિ જોઈએ તો બજાર વધવું જોઈએ. આ પરિણામ પછી રોકાણકારોને લાગે છે કે બજારમાં ઉછાળો આવશે. સાથે જ નિષ્ણાતો આને લાંબા ગાળા માટે સારો સંકેત ગણાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ