બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IMD said due to biparjoy delhi ncr mp has to face heavy rain situation

દેશ / બિપોરજોયનો હાહાકાર યથાવત: રાજસ્થાન બાદ આ રાજ્યોએ કરવો પડશે મુશ્કેલીનો સામનો,IMDએ આપી માહિતી

Vaidehi

Last Updated: 05:01 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત બિપોરજોયનાં લેન્ડફોલની અસર ગુજરાત, રાજસ્થાન સહિત દેશનાં અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. IMD અનુસાર દિલ્હી-NCR સહિત MPમાં ભારે વરસાદ આવી શકે છે.

  • ચક્રવાત બિપોરજોયની અસર યથાવત
  • રાજસ્થાન બાદ દિલ્હી,NCR,MPએ કરવો પડશે સામનો
  • આ રાજ્યોમાં છે ભારે વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડાનાં લેન્ડફોલની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દેખાયા બાદ શક્ય છે કે દેશનાં કેટલાક અન્ય ક્ષેત્રોમાં પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે . હવામાન વિભાગે દિલ્હી-NCR સુધી આ વાવાઝોડાની અસર આવે તેવી આશંકા વ્યક્ત કરી છે. IMD એ જણાવ્યું કે ચક્રવાત આ સમયે દક્ષિણ રાજસ્થાનમાં છે અને આજ સાંજ સુધી પ્રભાવી રહેશે.

બિપોરજોયની આ રાજ્યો પર થશે અસર
IMDનાં વૈજ્ઞાનિક ડો.નરેશ કુમારે જાણકારી આપી હતી કે દક્ષિણ રાજસ્થાનમાં આજે ભારે વરસાદ આવી શકે છે. આ સાથે જ આવતીકાલે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે. UPનાં દક્ષિણ ભાગમાં 2-3 દિવસો સુધી વરસાદ થશે. અરબસાગરમાંથી આવી રહેલી આ હવાઓને લીધે દિલ્હી NCRમાં પણ વરસાદ આવે તેવી શક્યતા છે. 

રાજસ્થાનમાં બિપોરજોયની સ્થિતિ
રાજસ્થાનની વાત કરીએ તો બિપોરજોયની અસર હેઠળ રાજસ્થાનનાં અનેક જિલ્લાઓમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બાડમેર, સિરોહી, જાલોરમાં ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. બાડમેરનાં એક ગામમાં કરન્ટ લાગવાને લીધે એક યુવતીનું નિધન પણ થયું હતું. પાલી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હેઠળ અનેક રહેવાસીઓનું બચાવકાર્ય હાથ ધર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ