બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / if you see these symptoms in your child then he or she is being sexually abused

ખાસ કામનું / તમારા બાળકમાં આવાં લક્ષણો દેખાય તો ચેતી જજો, એની સાથે કૈંક ખોટું થઈ રહ્યું છે

Khevna

Last Updated: 02:45 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકો સાથે થતા યૌન શોષણના મામલાઓ સતત વધી રહ્યા છે. દરરોજ ઘણા બાળકો તેનો શિકાર બની રહ્યા છે. આવામાં અમુક બાબતોનું ધ્યાન રાખીને આવી ઘટનાઓને અટકાવી શકાય છે.

  • બાળકો સાથે વધી રહી યૌન અપરાધની ઘટનાઓ 
  • બાળકોના વ્યવહાર પર ધ્યાન આપવાની જરૂર 
  • કંઈપણ ખોટું લાગે, તો થઇ જાઓ સાવધાન 

બાળકો સાથે થતા દુર્વ્યવહારને લઈને મોટેભાગે લોકો વાત કરતા ખચકાય છે. લોકો સમાજ,બદનામીના ડરને કારણે આવું કરે છે. બાળ શોષણની વાત કરીએ, તો તેની ઘટનાઓ ભારતમાં સતત વધી રહી છે. છતાં પણ લોકો સતર્ક રહેતા નથી, જેથી બાળકોને માનસિક તણાવ તથા શારીરિક મુશ્કેલીઓથી પસાર થવું પડે છે. 

બાળકોની શારીરિક, માનસિક સ્થિતિ પર પ્રભાવ પડે છે 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકો સાથે થતા યૌન શોષણના મામલાઓ સતત વધી રહ્યા છે. દરરોજ ઘણા બાળકો તેનો શિકાર બની રહ્યા છે. બાળપણ બનેલ આ ઘટનાઓ તેમને જીવનભર પરેશાન કરે છે. આવામાં અભિભાવકોએ આ પ્રત્યે જાગરુક થવું પડશે. બાળકના વ્યવહાર અથવા શારીરિક મુશ્કેલીને જોઇને કે સમજીને બાળકો સાથે આ વિષે વાત કરવી જોઈએ તથા આ પ્રકારની ઘટનાઓને રોકવામાં મદદ કરવી જોઈએ. 

ટચ કે વગર ટચ કર્યે પણ થઇ શકે છે યૌન શોષણ 
બાળકો નાના હોય છે, એટલે તેમની સાથે થતા યૌન શોષણને સમજવા માટે તેઓ સક્ષમ હોતા નથી. બાળકો સાથે બે પ્રકારે યૌન શોષણ થઇ શકે છે. એક સંપર્કમાં આવીને તથા બીજું વગર સંપર્કમાં આવીને. સંપર્ક યૌન શોષણમાં બાળક સાથે શારીરિક સંબંધ બનાવવા, ખોટી જગ્યાએ સ્પર્શ, ચૂમવું વગેરે શામેલ હોય છે. જ્યારે, સંપર્કમાં આવ્યા વગર પણ બાળકો સાથે યૌન શ્ષણ થાય છે, જેમાં અશ્લીલ સામગ્રી બતાવવી વગેરે શામેલ હોય છે. 

આ લક્ષણો દેખાવા પર થઇ જાઓ અલર્ટ 
આવામાં અભિભાવકોએ ખાસ પ્રકારે બાળકોની સારસંભાળ લેવાની જરૂર હોય છે. બાળકોના વ્યવહાર, વાત કે શારીરિક ગતિવિધિઓને જોઇને કંઈપણ શંકા થાય, તો તેમની સાથે વાત કરો, સત્ય જાણવાની કોશિશ કરો તથા આવી ઘટનાઓને રોકવા માટે પગલું ભરો.  ખાસકરીને જ્યારે બાળકોના પ્રાઈવેટ પાર્ટ અથવા તેની આસપાસ દુખાવો, ખંજવાળ કે લોહી વહે. ચાલવામાં કે બેસવામાં તકલીફ પડે. ભૂખ ઓછી લાગે. સુવામાં તકલીફ પડે, ગુમસુમ કે ઉદાસ રહે. લોકો સાથે દૂરી બનાવીને રાખે. સ્કૂલમાં પરફોર્મન્સ ખરાબ થઇ રહ્યું હોય. આવા સંકેત મળવા પર અભિભાવકોએ તરત જ અલર્ટ થઇ જવું જોઈએ. 

બાળકને વિશ્વાસમાં લઈને કરો આ વાત 
બાળકોમાં આ લક્ષણો જોયા બાદ તેમની સાથે આરામથી વાત કરવી જોઈએ. તેમને વિશ્વાસમાં લઈને બધી  વાતો જાણવી જોઈએ. સમય રહેતા, જો બાળકો સાથે થવાવાળા યૌન શોષણની ઘટનાઓને રોકવામાં ન આવે, તો જીવનભર માટે ચિંતા, અવસાદ, ક્રોધ, તણાવ  વગરેનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ