ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / If You Planning For a Goa then go this place

Travel Plan / 31st ડિસેમ્બર ગોવામાં ઉજવવાનું વિચારી રહ્યા છો, તો આ ડેસ્ટિનેશન પર જવાનું ન ભુલતા

Published By: Kashyap

Last Updated: 07:52 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ગોવા હંમેશા ટોપ પર રહે છે. ડિસેમ્બર મહિનામાં ગોવા જનાર ટુરિસ્ટોની સંખ્યા વધી જાય છે. કેમકે આ સીઝન ખુબ અદ્ભુત હોય છે. ક્રિસમસ અને ન્યુયર મનાવવા માટે લોકો અહીં મોટી સંખ્યામા પહોંચે છે. અહીં આપણે ગોવાની એવી જગ્યાઓ વિશે જણાવીએ છીએ કે જ્યાં તમે ડિસેમ્બરમાં ફરી શકો છો.

ADVERTISEMENT

ઓલ્ડ ગોવામાં ક્રિસમસ

ક્રિસમસ ગોવામાં ફરવાનો બેસ્ટ સમય છે. આ દરમિયાન આખુ ગોવા રોશનીથી ઝગમગી ઉઠે છે. ઓલ્ડ ગોવાની સજાવટ જોવા જેવી હોય છે. ઓલ્ડ ગોવામાં મોટાભાગના ચર્ચ સજાવેલા હોય છે. સાથે સાથે અહીંની આતશબાજી જોવી સૌનું સપનુ હોય છે. 

અંજુના બીચ પાર્ટી

ક્રિસમસ દરમિયાન અંજુના બીચ પર રાતથી લઇને સવાર સુધી પાર્ટી ચાલતી રહે છે. તેનાથી ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેશનની મજા બેવડી થઇ જાય છે. ગોવા ડિસેમ્બર મહિનામાં જનારા લોકોએ આ બીચની મુલાકાત લેવાનું ન ચુકવુ જોઇએ.

અંજુના ફ્લી માર્કેટ

ગોવામાં જો ખરીદીની મજા લેવી હોય તો અંજુનામાં ફલી બજાર પહોંચી જાવ. આ બજાર દર બુધવારે લાગે છે. જ્યારે તમને એ સમજમાં ન આવતુ હોય કે તમારે ગોવા જઇને શું ખરીદવુ ત્યારે આ માર્કેટ તમારી પરેશાની દુર કરશે. તમે શોપિંગ કરવા નહીં ઇચ્છતા હો તો પણ અહીંથી જરુર કરતા વધુ શોપિંગ કરી લેશો.

સેટરડે નાઇટ માર્કેટ, ઓપેરા

ગોવામાં ઘણા બજાર અને નાઇટ માર્કેટ છે. નોર્થ ગોવાના ઓપેરામાં નાઇટ માર્કેટ પણ એવું જ છે. ડિસેમ્બરના અંતથી એપ્રિલ સુધી ખુલનાર આ બજારમાં ખરીદીની ઘણી ચોઇસ હોય છે. ખાવા માટે અહીં દરેક પ્રકારના ક્યુઝન મળી જાય છે. સાથે સાથે અહીં મ્યુઝિક પર્ફોમન્સ પણ થાય છે. 

અગુઆડા ફોર્ટ

અગુઆડા કિલ્લો 1612માં મરાઠા અને ડચ આક્રમણ વિરુધ્ધ સુરક્ષા માટે બનાવાયો હતો. આ કિલ્લો ખુબ જ વિશાળ છે. તેની અંદર પાણીનું એક મોટુ ઝરણું છે. સ્થાનીય ભાષામાં પાણીને અગુઆ કહે છે, આજ કારણે તેનુ નામ અગુઆડા પડયુ. અહીં એશિયાનું સૌથી જુનુ લાઇટહાઉસ છે જે એક ચાર માળની ઇમારત છે. અહીં અગુઆડા જેલ પણ જોઇ શકાય છે. 

ચાપોરા ફોર્ટ

ચાપોરા સ્થિત કિલ્લાનો ઇતિહાસ ખુબ સમૃધ્ધ છે. આજે પણ આ કિલ્લો સુંદર અને શાંત છે. આ કિલ્લો ઘણા આક્રમણો અને શાસકોનો સાક્ષી છે. તેની સુંદરતા અને સામરિક મહત્ત્વએ અકબરને પણ મોહી લીધો હતો.  ત્યારબાદ તેણે આ કિલ્લા પર આક્રમણ કરીને તેને પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો. ચાપોરા નદીના કીનારે વસેલા આ કિલ્લાથી સુર્યોદય અને સુર્યાસ્ત અત્યંત સુંદર લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aguada Fort Chapora Fort Travel goa ગોવા Travel Plan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ