બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you have any problem related to money or saving money than vastu tips can make your life much easier

તમારા કામનું / આર્થિક તંગીના એંધાણ: હાથ પર રૂપિયા ટકતા નથી? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, નહીંતર તિજોરી થશે તળિયાઝાટક

Vaidehi

Last Updated: 04:58 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ હંમેશા પૈસાની તંગી અનુભવાતી હોય તો આજે જ પોતાના ઘરમાં વાસ્તુ અનુસાર ફેરફારો કરી લેજો. તેની મદદથી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

  • પ્રયાસો બાદ પણ પૈસાની બચત નથી થતી?
  • પૈસા સંબંધિત સમસ્યાઓનો વાસ્તુશાસ્ત્ર પાસે ઉપાય 
  • ઘર કે ઓફિસમાં કેટલાક ફેરફારો કરવાથી મુશ્કેલી દૂર થઈ શકે

વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો કરવાથી તમારા જીવનની નાની-મોટી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ઘણી વખત પ્રયાસો બાદ પણ પૈસા આપણી પાસે ટકી નથી શકતાં હોતા. આવું વાસ્તુ સંબંધિત સમસ્યાને લીધે થતું હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશા ધન આગમનની દિશા હોય છે. 

ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશા અતિ મહત્વની
જો આ દિશામાં ભારી સામાન રાખવામાં આવે અથવા તો ગંદકી રાખવામાં હોય તો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘરમાં ધનનાં આગમનની ગતિ ધીમી થઈ જાય છે. તેવામાં ઉત્તર-પૂર્વ દિશામાં જો હંમેશા અંધારુ રહેતું હોય તો પરિવારનાં સદસ્યો વચ્ચે મતભેદ પણ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળું રહેવું જરૂરી છે. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે તિજોરી રાખવાથી પૈસા અને આયુને હાનિ પહોંચી શકે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાનાં જાળ લાગેલા રહે છે તો તેને સમયસર કાઢી દેવા જોઈએ. 
  • સાથે જ જો ઘર કે દુકાનની દિવાલો પર દાગ લાગી ગયાં છે કે પપડી ખરવા માંડી છે તો તેને તાત્કાલિક બરાબર કરાવી લેવું. તેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
  • ઘર-દુકાનમાં રહેલ છોડ પર જો સૂકાયેલા પાન નજર આવે તો તેને કાઢી લેવા. નહીંતર ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.
  • આ સિવાય ઘર કે દુકાનમાં આસપાસ ક્યાંય ચામાચીડિયા રહેતાં હોય તો આ અશુભ સંકેત છે. તેનાથી ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ