બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If the government says there is fertilizer, why the complaints of the farmers, why the pressure to take nano urea? What is the truth about the shortage of urea fertilizer in the state?

મહામંથન / સરકાર કહે છે ખાતર છે તો, ખેડૂતોની ફરિયાદ કેમ, નેનો યુરિયા લેવા દબાણ કેમ? રાજ્યમાં યુરિયા ખાતરની તંગીનું સત્ય શું?

Vishal Khamar

Last Updated: 09:38 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર યુરિયા ખાતરની તંગી ઉભી થાય છે. હાલ ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય આવ્યો છે. પરંતું યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂત ખાતર ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યો છે. તો બીજી બાજુ સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યમાં યુરિયા ખાતરની તંગી નથી.

રાજ્યમાં ખેડૂતો અને જનસામાન્યને સંતુષ્ટિ થાય એટલો વરસાદ તો વરસી ગયો છે. ખેડૂતો માટે વાવણીનો સારો સમય છે ત્યારે એવી વાતો સામે આવી રહી છે કે યુરિયા ખાતરની અછત છે. રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતો યુરિયા ખાતર માટે કલાકો લાઈનમાં ઉભા રહે અને તેમ છતા તેને ખાતર મળે નહીં. સ્વભાવિક છે કે સામે પક્ષે સરકાર પણ આંકડાનો હવાલો આપીને દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરની કોઈ તંગી નથી અને જિલ્લા પ્રમાણે પૂરતુ ખાતર મળી રહ્યું છે.

સરકારનો તર્ક છે કે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પ્રોત્સાહિત થાય તો સામે પક્ષે કેટલીક જગ્યાએ ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે નેનો યુરિયા લેવા માટે મંડળીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે અને જો નેનો યુરિયા ન ખરીદે તો ખાતર ન આપવાની વાત પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે તો ફરજના ભાગરૂપે ગુજરાતને વધારાનો યુરિયાનો જથ્થો ફાળવી દીધો છે તો પછી ગુજરાતમાં યુરિયાની અછતની વાત કેમ સામે આવી રહી છે. શું એવા કોઈ સંગ્રહખોરો છે જે અત્યારથી સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે?. સરકાર કહે છે કે પુરતુ ખાતર છે તો ખાતરની અછતની ફરિયાદ કેમ.

  • રાજ્યમાં કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી
  • સરકારનો પૂરતા ખાતરનો દાવો છતા અછતની બૂમ
  • યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા અનેક બનાવ

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી છે.  સરકારનો પૂરતા ખાતરનો દાવો છતા અછતની બૂમ કેમ પડી રહી છે.  યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા અનેક બનાવ.  કલાકો લાઈનમાં ઉભા રહેવા છતા ખાતર મળતું નથી.  સરકારે સંગ્રહખોરો તરફ પણ અંગૂલીનિર્દેશ કર્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાતરની અછતના અનેક બનાવ બન્યા છે.  

ગુજરાતને યુરિયાનો કેટલો જથ્થો મળ્યો?
 
8.61 લાખ મેટ્રિક ટન
 
યુરિયાનો કેટલો જથ્થો વપરાયો?
 
6.22 લાખ મેટ્રિક ટન
 
સરકાર પાસે હાલ કેટલો જથ્થો?
 
2.55 લાખ મેટ્રિક ટન
 
કેન્દ્ર તરફથી શું મદદ મળી?
 
વધારાના 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો

ક્યાં જોવા મળી યુરિયાની અછત?

સુરત

  • માંગરોળની વાંકલ સહકારી મંડળી બહાર યુરિયા ખાતર માટે લાઈન
  • એક તરફ ખાતરની અછત બીજી તરફ ટેકનિકલ ખામી

જામનગર

  • ધ્રોલમાં યુરિયા ખાતરની અછત

અમરેલી

  • બાબરામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન

અમરેલી

  • રાજુલા, જાફરાબાદમાં યુરિયા ખાતરની તંગી

રાજકોટ

  • સરધાર સેવા મંડળીના ખાતર ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટ્યો

મોરબી

  • માર્કેટયાર્ડમાં યુરિયા ખાતરની અછત

સુરેન્દ્રનગર

  • સડલા ગામમાં યુરિયા ખાતર લેવા પડાપડી

 

  • જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી
  • હાલ વાવણીની સિઝન છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી
  • યોગ્ય સમયે ખાતર નહીં મળે તો સિઝન પૂરી થઈ જશે
  • ખેતરમાં કામ વધુ છે તેના બદલે ખાતર માટે ધક્કા ખાવા પડે છે

ખેડૂતોની મુશ્કેલી શું છે?
જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી. હાલ વાવણીની સિઝન છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો સિઝન પૂરી થઈ જશે. ખેતરમાં કામ વધુ છે તેના બદલે ખાતર માટે ધક્કા ખાવા પડે છે. ખેડૂતોનો એવો આરોપ છે કે સબ્સિડીવાળુ ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે. ખેડૂતો ઉપર નેનો યુરિયા લેવા દબાણ કરવામાં આવે છે. નેનો યુરિયા ન લે તો યુરિયાનો જથ્થો આપવામાં આવતો નથી. 

  • રાજ્યમાં ખાતરની તંગી નથી
  • મંડળી ખોટા જવાબ આપે તો ખેડૂતો રજૂઆત કરે
  • નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે
  • ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન

યુરિયા ખાતર અંગે સરકારનો જવાબ
રાજ્યમાં ખાતરની તંગી નથી. મંડળી ખોટા જવાબ આપે તો ખેડૂતો રજૂઆત કરે છે.  નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન જરૂરી છે. જરૂરિયાત મુજબનું ખાતર દરેક જિલ્લામાં છે. ખાતરની સંગ્રહખોરી ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.  3 મહિનામાં સરકારે 12 જેટલી FIR કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ