બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / if payment is made to wrong person through Paytm or GPay? RBI has explained how to get money back

તમારા કામનું / Paytm અથવા GPay દ્વારા ખોટા વ્યક્તિને પેમેન્ટ થઈ ગયું તો આગળ શું? RBI એ જણાવી પૈસા કેવી રીતે પાછા મેળવવાની રીત

Megha

Last Updated: 04:47 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gpay, PhonePe અને Paytm નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરતાં સમયે ખોટા ખાતામાં પૈસા ચાલ્યા જાય તો જવાબદારી કોની? શું પૈસા પાછા મળી શકે છે? જાણો

  • UPI આઈડી દ્વારા ખોટી જગ્યા એ પેમેન્ટ થઈ ગયું હોય તો?
  • પૈસાના ખોટા ટ્રાન્સફર માટે GPay, PhonePe કે Paytm જવાબદાર નથી 
  • રિઝર્વ બેંક દ્વારા ખાતામાં પૈસા પાછા મેળવી શકો છો 

Google Pay, PhonePe અને Paytmનો ઉપયોગ તો આપણે બધા કરીએ છીએ. વાહનથી લઈને ટોફી સુધીની ખરીદી UPI દ્વારા કરવામાં આવી રહી છે. દરરોજ આપણે આની મદદથી એકબીજાને પૈસા ટ્રાન્સફર પણ કરીએ છીએ. પણ શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે આ એપ્સથી કોઈપણ નંબર અથવા કોઈપણ UPI આઈડી પર પેમેન્ટ કરી રહ્યાં હોવ અને તે ખોટા વ્યક્તિમાં ચાલ્યા ગયા હોય. આ એપ્સની મદદથી પૈસા મોકલવાનું જેટલું સરળ છે તેટલું જ તેમની સાથે ભૂલ થવાની પણ સંભાવના છે. અહીં પેમેન્ટ મોબાઈલ નંબરના આધારે થાય છે. આવી સ્થિતિમાં ખોટા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાની ઘટનાઓ પણ ઘણી વધી ગઈ છે. 

એપ્સની જવાબદારી નથી
જો તમે પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે Gpay, PhonePe અને Paytm નો ઉપયોગ કરો છો તો જણાવી દઈએ કે આ ખરેખર થર્ડ પાર્ટી એપ્સ છે. આવી સ્થિતિમાં, તેઓ પૈસાના ખોટા ટ્રાન્સફર માટે સીધા જવાબદાર નથી. આ એપ્સ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા UPIના આધારે પેમેન્ટ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન હજુ પણ રહે છે કે જો તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરો છો, તો શું તેને પાછા મેળવવાનો કોઈ રસ્તો છે કે નહીં. જણાવી દઈએ કે ખોટા ખાતામાં પૈસા પાછા આવી શકે છે, તમે રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા આ વિકલ્પની મદદ લઈ શકો છો. 

બેંકનો સંપર્ક કરો
જો તમે ભૂલથી પૈસા મોકલી દીધા હોય તો સૌથી પહેલા તમારી બેંકનો સંપર્ક કરો. તમે બેંકને ઈમેલ કરીને ભૂલની જાણ કરી શકો છો. ઘણીવાર બેંકો આવી ફરિયાદો પર તાત્કાલિક પગલાં લે છે અને સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરીને પૈસા પરત મેળવે છે. જો મેઇલ કામ કરતું નથી તો તમારે રૂબરૂ બેંકની મુલાકાત લેવી પડી શકે છે. 

શું છે RBI નો નિયમ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો તમારે જલદી બેંકને ફરિયાદ કરવી જોઈએ. આમ કરવાથી તમે 7 થી 15 દિવસમાં બેંકમાં પૈસા રિફંડ મેળવી શકો છો. નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ તમારા વતી મોકલવામાં આવેલા પૈસા ખર્ચ કરે છે અથવા તેને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે, તો તે કિસ્સામાં પણ તમને રિફંડ આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ