બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / If KYC is not done till March 19, account holders of this bank will be frozen

PNB / 9 માર્ચ સુધી નહીં કરાવ્યું હોય KYC, તો આ બેંકના ખાતાધારકોનું એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ

Ajit Jadeja

Last Updated: 03:16 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સરકારી પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યુ છે. પંજાબ નેશનલ બેંકના ગ્રાહકે KYC કરાવાનું રહેશે. આ KYC માટે PNB બેંકે 19 માર્ચ સુધીનો સમય ગ્રાહકોને આપ્યો છે.

પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો 19 માર્ચ સુધીમાં KYCની માહિતી અપડેટ નહીં કરાવે તો તેઓની એકાઉન્ટ સંબંધિત સેવાઓને બંધ થઇ જશે.સાથે તેમનું એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે. બેંકના જણાવ્યા અનુસાર 19 માર્ચ સુધી ગ્રાહકોએ KYC કરાવી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવાનું રહેશે.જે ખાતાધારકોએ 31 ડિસેમ્બર, 2023 સુધી તેમના એકાઉન્ટનું KYC અપડેટ કરાવ્યુ નથી તે લોકો માટે આ ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. PNB દ્વારા અનેક વખત KYC કરાવાની જાણકારી આપવામાં આવી હતી પરંતુ ઘણા ખાતાધારકોનુું KYC બાકી રહી ગયુ હોવાથી હવે આ ડેડલાઈન આપવામાં આવી છે.

કઈ માહિતી આપવાની રહેશે?

PNBના ખાતાધારકોએ તેમની શાખાએ પહોંચી તેમના ID, સરનામાંનો પુરાવો, ફોટોગ્રાફ, પાન કાર્ડ, આવકનો પુરાવો, મોબાઇલ નંબર વગેરે વિશેની માહિતી આપવાની રહેશે. ખાતાધારકો બ્રાન્ચમાં જઈને અથવા PNB એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પણ KYC અપડેટ કરી શકે છે.

વધુ વાંચોઃ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીને લઇ CR પાટીલનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ઇલેક્શન

જાણો KYCનો નિયમ 

KYC હેઠળ, બેંકો ઓળખ અને સરનામા માટે જરૂરી ડોક્યુમેન્ટ માંગે છે. આ ડોક્યુમેન્ટ સાથે અરજીમાં અપાયેલી માહિતીનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે છે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીનો મેળ ખાય છે કે નહીં તે ચકાસણી પછી જ ગ્રાહકોને બેંક સેવાઓ ઓફર કરી શકાય છે. KYC ન કરાયેલુ હોય તો બેંક સર્વિસ આપવાનું બંધ કરી શકે છે. નવા અને જૂના ખાતાધારકોએ બંનેએ KYC પ્રક્રિયાને અનુસરવી પડે છે. જૂના ખાતાધારકોએ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર KYC અપડેટ કરવું પડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ