બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / If India wins the World Cup, the celebratory atmosphere will be different in Ahmedabad, Team India is likely to do a road show along with the trophy.

world cup 2023 / જો ભારત વર્લ્ડકપ જીતે તો અમદાવાદમાં અલગ જ હશે જશ્નનો માહોલ, ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે રોડ શૉ પણ કરે તેવી શક્યતા

Vishal Khamar

Last Updated: 06:49 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાનાર છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભારતીય ટીમ જીતશે તો રોડ શો કરે તેવી શક્યતાઓ છે.

  • અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ મેચ
  • ભારતની ટીમ જીત બાદ રોડ શો કરે તેવી શક્યતાઓ

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે તા. 19 નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત થશે તો ભારતીય ટીમ દ્વારા રોડ શો યોજવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમજ રોડ શો સાબરમતી રિવરફ્રન્ટનાં પશ્ચિમ વિસ્તારમાં યોજાય તેવી સંભાવના છે.

ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પીચનું કર્યુ નિરીક્ષણ
ભારતીય ટીમ ITC નર્મદા હોટલથી સ્ટેડિયમ ખાતે પહોંચી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ થોડીવારમાં પ્રેક્ટિસ કરશે. ક્રિકેટ ટીમનાં હેડ કોચ રાહુલ દ્રવિડે પીચનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રાહુલ દ્રવિડ, રોહિત શર્મા સહિતનાં ખેલાડીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. 

 ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો
બુધવારે મુંબઈ ખાતે રમાયેલ પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.  ત્યારે ગુરૂવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી. ત્યારે ગત રોજ સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું હતુ.  ઓસ્ટ્રેલિયા આજે અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. ત્યારે શનિવારે બંને ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટીસ કરશે. 

અમદાવાદ એરપોર્ટ પર 30 થી 40 જ ચાર્ટડ પ્લેન પાર્ક થશે
અમદાવાદ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવાની છે. દેશ-વિદેશથી મહેમાનો મેચ જેવા માટે આવનાર છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 30 થી 40 જ ચાર્ટડ પ્લેન પાર્ક કરી શકાય તેમ છે. જેથી બાકીનાં ચાર્ટડ પ્લેનને નજીકનાં એરપોર્ટ પર મોકલવામાં આવી રહ્યા છે. 19 નવેમ્બરે યોજાનારી મેચ જોવા માટે વીવીઆઈપી તેમજ સેલિબ્રિટીનાં ચાર્ટડ પ્લેનને સુરત, રાજકોટ અને વડોદરામાં પાર્કિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ