બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If Bad breath coming from the mouth then follow this recipe and get results in 7 days

લાઇફસ્ટાઇલ / મોઢામાંથી આવી રહી છે દુર્ગંધ? તો શરમને નેવે મૂકો, અપનાવો આ નુસખા, 7 જ દિવસમાં જ રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 03:55 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cause of bad breath: કોઈ વ્યક્તિનાં મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય તો લોકો તેમની પાસે જવાનું ટાળે છે. મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણા કારણો હોઇ શકે.

  • સામાન્ય બેક્ટેરિયાનાં કારણે મોઢામાંથી દુર્ગંધ આવી શકે 
  • મોઢાની દુર્ગંધને દૂર કેવી રીતે કરી શકાય 
  • દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ

ઘણા એવા લોકો હોય છે જેમના મોઢામાંથી હમેશાં દુર્ગંધ આવતી હોય છે. તેઓ ખુદ પણ આ બાબત જાણતા હોય છે પણ તેમને કોઈ ઉપાય મળતો નથી. મોઢામાંથી દુર્ગંધ આવતી બીમારીને હેલોટીસ (halitosis) કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોઢું સરખું સાફ કરવામાં ન આવે ત્યારે અને સામાન્ય બેક્ટેરિયાનાં કારણે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. આ પ્રકારની દુર્ગંધ 2/4 દિવસની અંદર જતી રહે છે. જો દાંત અથવા મોઢામાં ઇનફેક્સન થઈ જાય ત્યારે મોઢાની દુર્ગંધ જલ્દીથી જતી નથી. 

મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે?
જ્યારે મોઢું સુકાવા લાગે, આવું ત્યારે થાય જ્યારે લાળ ઓછી બનતી હોય, એવામાં મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવે છે. ધુમ્રપાનનાં કારણે પણ આવું થઈ શકે. લાળ મોઢાનાં બેક્ટેરિયાને મારી નાખે છે. જેથી કોઈ ઇનફેક્સન થતું નથી. જ્યારે લાળ ઓછી બને છે ત્યારે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ઇનફેક્સન થાય છે અને મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ સાથે જો દાંતને લગતી કોઈ સમસ્યા હોય ત્યારે પણ દુર્ગંધ આવી શકે. 

આ મોઢાની દુર્ગંધને દૂર કેવી રીતે કરી શકાય 
જો દાંત અથવા પેઢાને લગતી કોઈ સમસ્યા હોય ત્યારે તરત જ સારવાર કરાવવી જોઈએ. તમારા મોઢામાંથી બિલકુલ દુર્ગંધ ન આવે તે માટે તમારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. એક વાર સરખી રીતે જીભને સાફ કરવી જોઈએ. ઇન્ટીબેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરવો જોઈએ પણ ધ્યાન રાખો તે આલ્કોહોલ વગરનું હોય. સરખી રીતે બ્રશ ઘસો. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત રીતે દાંતોનું ચેકઅપ કરાવતા રહો. મોઢામાં લાળનું પ્રમાણ વધારવા માટે ક્યારેક શુગર ફ્રી ચિંગમ ચાવો. આ સાથે ક્યારેક-ક્યારેક લવિંગ પણ ચાવો. જો તમને મોઢામાંથી દુર્ગંધ આવતી જણાય તો તમારે ગાજર, સફરજન, સીગરેટ, દારુ, તમાકુ, કેફીનવાળા પીળાંનું સેવન ટાળવું જોઈએ.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ