બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC rejected PCB's demand! Now IND vs PAK match will be played in Ahmedabad's Narendra Modi Stadium on this day

ODI World Cup 2023 / ICCએ PCBની આ માંગને ફગાવી દીધી! હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ દિવસે રમાશે IND vs PAK મેચ

Megha

Last Updated: 12:47 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCI સમક્ષ મોટી માંગ મૂકી હતી કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે વર્લ્ડ કપ મેચ રમવા માંગતી નથી જેને ફગાવી દીધી છે

  • ICCએ પાકિસ્તાનની આ મોટી માંગને ફગાવી દીધી છે 
  • BCCI વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે
  • આ મેદાન પર ભારત-પાક વર્લ્ડ કપ મેચ રમાશે

ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મોટી માંગને ફગાવી દીધી છે.  ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 

વાત એમ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC 2023 ODI વર્લ્ડ કપની મહાન મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્ષે ભારતમાં યોજાનારા 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ શકે છે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

ICCએ પાકિસ્તાનની આ મોટી માંગને ફગાવી દીધી છે 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCI સમક્ષ મોટી માંગ મૂકી હતી કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે વર્લ્ડ કપ મેચ રમવા માંગતી નથી. આ સિવાય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માંગ કરી હતી કે PAK ટીમ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે અને બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માંગતી નથી. પીસીબીએ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના સ્થળોની અદલાબદલી કરવાની માંગ કરી હતી પણ આઈસીસીએ આ માંગને ફગાવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે.  

આ મેદાન પર ભારત-પાક વર્લ્ડ કપ મેચ રમાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શેડ્યૂલ મુજબ રમાશે. ભારતે 12 વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલ 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે તે 2023 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 

ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ
ભારત  vs ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત vs અફઘાનિસ્તાન - 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન - 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત vs બાંગ્લાદેશ - 19 ઓક્ટોબર, પુણે
ભારત vs ન્યુઝીલેન્ડ - 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત vs ઇંગ્લેન્ડ - 29 ઓક્ટોબર, લખનઉ 
ભારત vs ક્વોલિફાયર - 2 નવેમ્બર, મુંબઇ
ભારત vs દક્ષિણ આફ્રિકા - 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર - 11 નવેમ્બર, બેંગલુરુ

ICC ODI World Cup 2023 પર એક નજર
- 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ 
- 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ 
- 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
- 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ 
- 16 નવેમ્બરે કોલકાતામાં બીજી સેમિફાઈનલ 
- 19મીએ અમદાવાદમાં ફાઈનલ 
- કુલ 10 દેશો લેશે ભાગ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ