બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ICC ODI World Cup in India This last chance as captain for Rohit Sharma

ક્રિકેટ / રોહિત શર્મા પાસે છેલ્લો ચાન્સ! આ ચૂક્યા તો વિરાટ કોહલી જેવી સ્થિતિનો કરવો પડશે સામનો, કપ્તાની પર લેવાશે નિર્ણય

Kishor

Last Updated: 12:34 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ICC ODI વર્લ્ડ કપ રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે આ છેલ્લી તક માનવામાં આવે છે.

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની હાર
  • ટ્રોફીનું ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર
  • રોહિત શર્માની કેપ્તનશીપ પર પણ ખતરો

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનની કારમી હાર બાદ ટ્રોફીનું ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. ચાહકોની 10 વર્ષની ટ્રોફી માટેની રાહનો અંત લાવવામા ટીમ ઇન્ડિયા નિષ્ફળ નીવડી હતી. ગત વખતે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર અપ બનીને સંતોષ માની રહેલી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પણ હાર ભોગવી આમ જ સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય ટીમને છેલ્લી વખત મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ICC ટ્રોફી મળી હતી.

રોહિત શર્માની કેપ્તનશીપ પર પણ ખતરો
ટીમ ઈન્ડિયાએ 2013ની ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટાઇટલ જીત્યું હતું. ત્યારથી, વિરાટ કોહલી અને રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારત ICC ટ્રોફી માટે સખત સંઘર્ષ કરી રહ્યું છે. છતાં કામિયાબી ધૂંધળી દેખાઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બે ICC ટૂર્નામેન્ટમાં ભારત સફળતાથી જયોજનો દૂર રહ્યું હતું. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સિવાય ઉપરાંત ગત વર્ષે T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં મળેલી હાર પણ તેમા સમાવિષ્ટ છે. જેને લઈને હવે રોહિત શર્માની કેપ્તનશીપ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ટૂર્નામેન્ટમાં જ નહીં પરંતુ ગયા વર્ષે એશિયા કપમાં પણ ભારતને હારનો સામનો કરવાની નોબત આવી હતી. ખાસ વાત એ છે કે ટીમ ફાઇનલમાં પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. જેને લઈને હવે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ICC ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ત્યારે આ મેચમાં રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે આ છેલ્લી તક માનવામાં આવે છે.  જો આ દરમિયાન કોઈ કારણોસર ટીમ ટ્રોફી જીતવાથી દુર રહી તો બીસીસીઆઈએ કેપ્ટનશીપ વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ