બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 10:59 PM, 21 June 2023
ADVERTISEMENT
ODI World Cup 2023 Schedule: ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનારી 2023 ODI વર્લ્ડના શેડ્યૂલની તમામ ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે બહાર આવી રહેલા અહેવાલો અનુસાર, ICC 27મી જૂને શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ તારીખના બરાબર 100 દિવસ પછી 5 ઓક્ટોબરની તારીખ છે, જે દિવસથી આ મેગા ઇવેન્ટની પ્રથમ મેચ રમવાની યોજના સામે આવી છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘણા સમય પહેલા ICCને ODI વર્લ્ડ શેડ્યૂલનો ડ્રાફ્ટ મોકલ્યો હતો. ત્યારથી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના સતત વાંધાને કારણે, શેડ્યૂલની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. પીસીબીએ હજુ સુધી આઈસીસીને શેડ્યૂલ અંગે તેની મંજૂરી મોકલી નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ ODI વર્લ્ડ કપમાં તેમની ટીમની ભાગીદારી અંગે નિવેદન આપ્યું હતું કે, અમે ICCને પહેલેથી જ કહી દીધું છે કે અમે આ શેડ્યૂલ અંગે અમારી સંમતિ કે અસહમતિ આપી શકીએ નહીં. તે અમારી સરકાર પર નિર્ભર છે. જે રીતે ભારતીય ટીમ તેની સરકારની પરવાનગી પર નિર્ભર કરે છે.
પાકિસ્તાન 2 મેચોના વેન્યુમાં બદલાવ લઇ આઇસીસીની માંગ
પીસીબીએ આઈસીસી દ્વારા મોકલેલા ડ્રાફ્ટ શેડ્યૂલમાં તેની બે મેચના સ્થળને લઈને આઈસીસી પાસેથી ફેરફારની માંગ કરી છે. આમાં એક મેચ ચેન્નાઈના મેદાન પર અફઘાનિસ્તાન સામે જ્યારે બીજી બેંગલુરુના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે. પાકિસ્તાની ટીમ અફઘાન ટીમ સામે સ્પિન ફ્રેન્ડલી પીચ પર રમવા માંગતી નથી. જોકે, બીસીસીઆઈએ આ માંગને સંપૂર્ણપણે ઠુકરાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.