બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'I will not marry any politician' Parineeti Chopra's video went viral amid rumors of Raghav Chadha's marriage

મનોરંજન / 'કોઈ પોલિટીશયન સાથે લગ્ન નહીં કરું'... રાઘવ ચઢ્ઢાના લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતી ચોપરાનો VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 11:25 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મના પ્રમોશન દરમિયાન વાયરલ થઈ રહેલા વીડિયોમાં પરિણીતી કહેતી જોવા મળી રહી છે કે તે કોઈ પોલિટિશિયન સાથે ક્યારેય લગ્ન નહીં કરે.

  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર
  • કોઈ પોલિટિશિયન સાથે લગ્ન નહીં કરું - પરિણીતી 
  • વાયરલ થઈ રહ્યો છે વિડીયો 

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એ સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગઇકાલે ફરી એક સાથે દેખાયા હતા. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેમના લગ્નના સમાચાર વચ્ચે આખા પરિવાર સાથે મુંબઈ આવી છે.  હાલ પરિણીતી અને રાઘવને ફરી એકવાર એકસાથે જોઈને બંનેના લગ્ન થવાના સમાચારને વધુ હવા મળી છે. 

કોઈ પોલિટિશિયન સાથે લગ્ન નહીં કરું - પરિણીતી 
આ બધા વચ્ચે પરિણીતિના પ્રમોશનલ ઈન્ટરવ્યુનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'જબરિયા જોડી' (2019)ના પ્રમોશન દરમિયાન વાયરલ થઈ રહેલા વીડિયોમાં પરિણીતી કહેતી જોવા મળી રહી છે કે તે કોઈ પોલિટિશિયન સાથે ક્યારેય લગ્ન નહીં કરે. 

વાયરલ થઈ રહ્યો છે વિડીયો 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઈન્ટરવ્યુ દરમિયાન રેપિડ-ફાયર સેશન દરમિયાન પરિણીતીને કોઈ એવી સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું હતું જેની સાથે તે લગ્ન કરવા ઈચ્છે છે. સૌથી પહેલા પરિણીતીએ પોતાની સ્ટાઈલમાં બ્રાડ પિટનું નામ લીધું. પછી જ્યારે હોસ્ટે પૂછ્યું કે રાજકારણી સાથે લગ્ન કરવા પર શું કહેવું છે ત્યારે અભિનેત્રીએ કહ્યું કે " હું રાજકારણી સાથે લગ્ન કરવા માંગતી નથી, હા એમાં ઘણા સારા વિકલ્પો છે પણ હું ક્યારેય કોઈ પોલિટિશિયન સાથે લગ્ન નહીં કરું. '

પરિણીતી ચોપરા લગ્નના અહેવાલો વચ્ચે બોલીવુડના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર ઘણી વખત જોવા મળી હતી. જે બાદ એવું લાગે છે કે પરિણીતી તેના લગ્નના આઉટફિટ મનીષ મલ્હોત્રા દ્વારા જ ડિઝાઈન કરી રહી છે. જણાવી દઈએ કે કિયારા અડવાણી અને આલિયા ભટ્ટે પણ તેમના લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ્સ પહેર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ