બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / I was present there when Babri structure was demolished: Remembering the days of this Sant movement in Gujarat, he said – Ravana's army was defeated.

અમદાવાદ / બાબરી ઢાંચો પડ્યો ત્યારે હું ત્યાં હાજર હતો: ગુજરાતનાં આ સંતે આંદોલનના દિવસ યાદ કરતાં કહ્યું- રાવણસેના પરાજિત થઈ

Vishal Khamar

Last Updated: 01:59 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અવિચલદાસ મહારાજને નિમંત્રણ મળ્યું છે. આ બાબતે અવિચલદાસ મહારાજ દ્વારા મહત્વનું નિવેદન આપ્યું હતું.

  • 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
  • રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં અવિચલદાસ મહારાજને મળ્યું નિમંત્રણ
  • ''રામજન્મ ભૂમિ સંઘર્ષમાં હું પ્રથમથી જ જોડાયેલો છું''

 અયોધ્યા ખાતે આગામી તા. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સંતો મહંતો સહિત રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સરસા સત કૈવલ મંદિરનાં ગાદીપતિ અવિચલદાસ મહારાજને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

4000 જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છેઃ અવિચલદાસ મહારાજ
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર જે રામ મંદિર બની રહ્યું છે. તેનો પ્રથમ તબક્કો રામ લલા ભવનમાં 22 તારીખે બિરાજમાન થશે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થવાનું છે.  અને તેમાં ભારતભરનાં જે સંતો જવાનાં છે તેમાં હું પણ છું. આ કાર્યક્રમમાં 4000 જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું એમને સૌથી વિશેષ આનંદ હોયએ સ્વાભાવિક છે. રામ જન્મભૂમિ સંધર્ષમાં હું  શરૂઆથી જોડાયેલો છું. જ્યારે બધાને 12 દિવસ જેલમાં પુરવામાં આવ્યા હતા. તે સમયે હું પણ તેઓની સાથે જેલમાં ગયો હતો. તેમજ જે સમયે બાબરી ઢાંચો પડ્યો તે સમયે પણ હું ત્યાં હાજર હતો. 

વધુ વાંચોઃ કાઇટ ફેસ્ટિવલ શરૂ: રામજીની તસવીરવાળો પતંગ સૌથી ઉપર ચગ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવતા લાગ્યા જય શ્રીરામના નારા

મુલાયમસિંહ યાદવે ક્રૂરતાપૂર્વક રામજન્મભૂમિ આંદોલન દબાવવાનો પ્રયાસ કર્યો હતોઃ અવિચલદાસ મહારાજ
22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની  ઉજવણીને લઈ અનેક સંતો મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અવિચલદાસ મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. સરસા સત કૈવલ મંદિરનાં ગાદીપતિ અને સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ દ્વારા આ બાબતે જણાવ્યું હતું કે, હું રામ જન્મ ભૂમિ સંઘર્ષમાં હું પ્રથમથી જ જોડાયેલો છું. મુલાયમસિંહ યાદવે ક્રૂરતાપૂર્વક રામજન્મભૂમિ આંદોલન દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે નાસ્તિક લોકો રાવણ કરતા પણ શક્તિશાળી લાગતા હતા. અયોધ્યામાં નિર્માણ પામેલ મંદિર માત્ર મંદિર નથી. રામ રાજ્યનું નિમિત્ત છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા અવસરમાં જવાનો મોકો શબ્દોમાં વર્ણવી શકાય નહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ