બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટ / 'I want assembly ticket, I want to be a minister but I don't want to form page committee', says CR Patil

ખખડાવ્યા હો / વિધાનસભા ટિકિટ જોઈએ છે, મંત્રી બનવું છે પણ પેજ કમિટિ નથી બનાવવી', CR પાટીલ ગર્જ્યા

Mehul

Last Updated: 08:52 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વિધાનસભા ચૂંટણી ને આડે હવે ગણતરીના મહિનાઓ જ છે ત્યારે, પેજ કમિટિનું કામ પૂરૂ ના થયું હોવાની નોંધ લઈને પાટીલે કાર્યકર્તાઓ પર સીધા સવાલ ઉઠાવ્યા  હતા.

  • રાજકોટમાં ભાજપ અધ્યક્ષના તાતા તીર 
  • પેજ કમિટીનું કામ 100 ટકા ના થતા લાલઘૂમ 
  • ટીકીટ જોઈએ છે, પેજ કમિટીનું કામ નહિ -પાટીલ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય લઈને ચાલતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટમાં એક તબક્કે રાતા ચોળ થઇ  ઉઠ્યા હતા. વિધાનસભા ચૂંટણી ને આડે હવે ગણતરીના મહિનાઓ જ છે ત્યારે,  પેજ કમિટિનું કામ પૂરૂ નાં થયું હોવાની નોંધ લઈને પાટીલે કાર્યકર્તાઓ પર સીધા સવાલ ઉઠાવ્યા  હતા. અધ્યક્ષ  પાટીલે  કહ્યું કે, રાજકોટમાં પેજ કમિટીનું કામ 100 % નથી થયું. અહીં  લાખો કાર્યકર્તા છે છતાં પેજ કમિટી કેમ ન બની ? મંત્રી  અરવિંદ રૈયાણીના વિસ્તારમાં જ પેજ કમિટી બની નથી ? વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ વાંછુંઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, વિધાનસભા ટિકિટ જોઇએ છે, મંત્રી બનવું છે પણ પેજ કમિટી  બનાવવી નથી. આ બધું મને પસંદ નથી, કાલે મને આંકડા આપો. રાજકોટમાં પાટીલના આકરા વલણથી શહેર ભાજપમાં હડબડાટ ફેલાઈ ગયો છે. 

રાજકોટમાં સી.આર પાટીલની મોહનભાઈ કુંડારિયાને પણ ટકોર કરી હતી. બાળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી હતી.અને  ગામડામાં રોડ રસ્તા મામલે સાંસદો તાત્કાલિક ગ્રાંટ ફાળવે

 


યુક્રેનના વિધાર્થીઓના વાલીગણ સાથે મુલાકાત 

 રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે ગુજરાત રાજયના રાજકોટ જીલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ જે બેલારુસમાં અટવાયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા રજૂઆત કરી હતી. 

 સી.આર.પાટીલએ વાલીઓ સાથે મુલાકાત કર્યા પછી મીડિયાને સંબોધતા જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આપણા દેશના ઘણા વિદ્યાર્થીઓ અટવાયા છે જેમા ગુજરાત રાજયના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.  વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી  ગુજરાત રાજય સહિત દેશના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની ચિંતા કરીને ઓપરેશન ગંગા હેઠળ કેન્દ્ર સરકારના ચાર સિનિયર કેબિનેટ કક્ષાના મંત્રીઓને યુક્રેન આસપાસના દેશોમાં મોકલી ત્યાથી વિદ્યાર્થીઓને પરત લાવવાનો સફળ પ્રયત્ન શરૂ કર્યો છે. વડાપ્રધાનના પ્રયાસથી ખૂબ મોટી સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ થયા છીએ.પરંતું મળતી માહિતીના આધારે હજુ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે.

આજે  રાજકોટ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે. યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ જે રીતે આપણા દેશનું વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે અને સમગ્ર ઓપરેશન પર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પોતે ધ્યાન રાખી રહ્યા છે તેમજ  અધિકારીઓ સાથે ચર્ચા  કરી બાકીના જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને પણ સહીસલામત ભારત લઇ આવશે. યુક્રેન તેમજ આસપાસના ઘણા અટવાયેલા વિદ્યાર્થીઓના વિડીયો પણ અમને મળ્યા છે અમે તેમાથી ઘણા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છીએ .

 સી.આર.પાટીલ એ વાલીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન ગંગા હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઇ આવશે. અને આજે જે વાલીઓએ રજૂઆત કરી છે તેમની રજૂઆત સાંભળી છે  અને વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનો પ્રયત્ન કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ