બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'I can't live without him' police ko request hai palak ko kuch na kare. Vadodara youth hanged himself, was also a victim of usury
Vishal Khamar
Last Updated: 08:59 PM, 23 February 2023
ADVERTISEMENT
પંજાબથી વડોદરા આવેલા અને બાલાજી રેસિડન્સીમાં રહેતા અને મૂળ પંજાબના વતની નિશાંતસિંગ સંધું યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. નિશાંતસિહના પિતા ગત 18 ફેબ્રુઆરીના રોજ ટ્રેનમાં પરત ફરતા હતા. ત્યારે જ તેઓને સમાચાર મળ્યા કે નિશાંતસિંહે વડોદરા સ્થિત ઘરના બેડરૂમમાં સિલીંગ ફેનમાં પાઘડી બાંધવાના ગમછાથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને નિશાંતસિંના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે નિશાંતસિંહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે વ્યાજખોરના ત્રાસથી ગું આત્મહત્યા કરી રહ્યો છું. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
વ્યાજખોરનો હું ફોન ઉપાડું ત્યારે ધમકીઓ આપતો હતો
સ્યુસાઈડ નોટમાં નિશાંતસિંહે લખ્યું હતું કે મૈ નિશાંતસિંહ અપને પૂરે હોશો હવાસમાં લીખ રહા હું. અપની જીંદગી ખતમ કરને જા રહા હું., મેરી સુસાઈડ કરને કી દો સબસે બડી વજહ હૈ, મૈને એક અક્ષય નામ કે લડકે સે પૈસે લીયે થે 20 હજાર. તેના વ્યાજ સહિત 32000 દીયે હૈ. જીસમે મૈને 5 હજાર વાપસ કર દીયે હૈ. બાકી પૈસે અભી મેરે પાસ નહી. જબ મેરે પાસ પૈસે આ જાયેગે તો મેં દે દુંગા ઔર અક્ષય લડકા મુઝે બાર બાર કોલ કરતા હૈ ઔર મે પરેશાન હો કર કભી કભી કોલ નહી ઉઠાતા હું. ઔર જબ ફોન ઉઠાતા હું તો મુઝે ધમકી દે દેતા હૈ.ઔર મેરી ટુ વ્હીલર ઉસકે પાસ હૈ ઔર પોલીસને રિક્વેસ્ટ કરતા હૂં કે અક્ષય જેસે લોગો કો માફ મત કરના.
મારા મરવાની જાણ પલકને કરજોઃસ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
સ્યુસાઈડ નોટમાં અંતમાં છેલ્લે તેણે લખ્યું હતું કે મૈ પલક નામકી લડકી સે પ્યાર કરતા હું ઔર યે પલક નીતિન સક્સેના નામ કે ઈસમ કે સાથ મથુરા મે રહતી હૈ. છેલ્લા ચાર દિવસથી મારી પલક સાથે વાત થઈ નથી. હું પલકને સાચો પ્રેમ કરૂ છું. પરંતું તે મને પ્રેમ કરતી નથી. હું તેના વગર જીવી શકું તેમ નથી. જેથી હું સ્યુસાઈડ કરુ છું મારી સુસાઈડની જાણ પલકને કરજો.
ADVERTISEMENT
વ્યાજખોરને કડકમાં કડક સજા મળેઃદલબિંરસિંહ
આ મામલે યુવકના પિતા દલબિંરસિંહે જણાવ્યું હતું કે મારા ત્રણ પુત્રો છે. તેમાં નિશાંતસિંહ અને સતનામસિંહ બંને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે એક છોકરો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે. વ્યાજખોરને કડકમાં કડક સજા મળે તેમ નિશાંતસિંહના પિતાએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.